શું સાચે શ્વેતા તિવારીએ કર્યા ત્રીજીવાર લગ્ન ? કોણ છે નવો પતિ; આ મશહૂર એક્ટર સાથે વાયરલ થઇ તસવીરો- જાણો હકિકત
ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને ભોજપુરી ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગ અને ડાન્સ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શ્વેતા તિવારીની ખૂબસુરતી આજે પણ 44 વર્ષની ઉંમરે ચાહકોને પોતાના દિવાના બનાવે છે. હવે શ્વેતા સ્ક્રીન પર ઓછી જોવા મળે છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
શ્વેતા તેની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. તે બે વાર લગ્ન કરી ચુકી છે અને બંને લગ્ન ખૂબ જ પીડાદાયક સાબિત થયા છે. ત્યારે હાલમાં બે બાળકોની માતા શ્વેતા તિવારીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતા તિવારીએ ત્રીજીવાર લગ્ન કર્યા છે. તેના નવા પતિનું નામ વિશાલ આદિત્ય સિંહ હોવાનું કહેવાય છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાએ તેના નવા બોયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. જો કે જ્યારે શ્વેતા તિવારીના ત્રીજા લગ્નની વાયરલ તસવીરોની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ તસવીરો નકલી છે. શ્વેતા તિવારી બે છૂટાછેડા બાદ હાલ સિંગલ છે. શ્વેતાની વિશાલ સાથેની લગ્ન તસવીરો સંપૂર્ણપણે ફેક છે. શ્વેતા તિવારી હાલમાં કોઈને ડેટ કરી રહી નથી. શ્વેતા અને વિશાલ ખાસ બોન્ડ શેર કરે છે.