‘ચાર ચાર બંગડી’ ફેમ ફેમસ સિંગર કિંજલ દવે માત્ર ગુજરાતમાં જચ નહીં પરંતુ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. કિંજલ દવેનો ચાહક વર્ગ પણ બહુ મોટો છે.ત્યારે, તાજેતરમાં જ કિંજલ દવેેએ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણીએ બર્થ-ડેમાં અનોખી ઉજવણી કરી હતી. તો કિંજલનાં ફેન્સે પણ અવનવી રીતે શુભેચ્છાઓ પાઠવી હતી.
કિંજલ દવેના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કિંજલ દવેએ મૂક-બધીર શાળામાં જન્મદિવસની ઉજવણી કરી. કિંજલે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં લખ્યું કે, “બે દિવસ પહેલા મારો 25 મો જન્મદિવસ મેં આ બાળકો સાથે ઉજવ્યો જે નથી તો સાંભળી શકતા કે નથી તો બોલી શકતા, મને લાગે છે કે ભગવાને આપણા સૌના હૃદયમાં એક સંગીતની ધૂન સેટ કરીને મોકલ્યા છે.ખરેખર હું તો એ જોઈને ચોકી ગઈ કે કોઈ માણસ સાંભળ્યા વગર પણ પરફેક્ટ બીટ પર ડાન્સ કઈ રીતે કરી શકે !? કાશ આમના હૃદયમાં વાગતું સંગીત આપણે સાંભળી શક્યા હોત તો કેટલી મજા આવત નહીં!! આ મારા જીવનનો સૌથી યાદગાર જન્મદિવસ બની રહેશે.ધન્યવાદ આ બધા બાળકોનો જેમણે મને ઈશ્વરથી હતી એનાથી પણ થોડીક વધારે નજીક લાવી દીધી.”
આ વીડિયો જોયા બાદ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અને કિંજલ દવેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
View this post on Instagram