મલ્હાર અને પૂજાના લગ્નમાં આ ગુજરાતી સ્ટાર્સે હાજરી આપી પાડી દીધો વટ ! જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર મલ્હાર ઠાકર 26 નવેમ્બરે પૂજા જોશી સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલે લગ્ન બાદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સંયુક્ત પોસ્ટ કરી હતી અને લગ્નની તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. ચાહકો આતુરતાથી કપલની લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા અને લગ્ન બાદ કપલે ચાહકોની ઈચ્છા પૂરી પણ કરી.

પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની ઘણી સુંદર તસવીરો શેર કરી છે, જેમાં કપલ લગ્નની વિધિઓ કરતા જોવા મળે છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ આ ખાસ દિવસની તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું – From I and me, we became us, and we lived happily ever after. લુકની વાત કરીએ તો, પૂજા જોશીએ પરંપરાગત રેડ લહેંગા ચોલી પહેરી હતી અને આ સાથે તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી કેરી કરી હતી.

દુલ્હનના આઉટફિટમાં પૂજા ખૂબ જ સુંદર લાગી રહી હતી.જ્યારે બીજી તરફ મલ્હાર મેચિંગ પાઘડી સાથે હાથીદાંતની શેરવાનીમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. મલ્હાર અને પૂજાના લગ્નમાં લગભગ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ હાજરી આપી હતી. કપલના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી સેલેબ્રિટી સામેલ થઇ હતી અને તેમણે વટ પાડી દીધો હતો.

મલ્હાર અને પૂજાના લગ્નમાં મિત્ર ગઢવી, જાણિતા ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ, પ્રોડ્યુસર આરતી પટેલ, મલ્હારની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ આરોહી તેમજ ગુજરાતી નાટકોના દિગ્ગજ એક્ટર સંજય ગોરડિયા સહપરિવાર સાથે લગ્નમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, પ્રોડ્યુસર વૈશલ શાહ, એક્ટર તત્સત મુન્શી, પરિક્ષીત તામલિયા અને જાણીતા ગાયક ઓસમાણ મીરના સુપુત્ર આમીર મીર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

જણાવી દઇએ કે, 25 નવેમ્બરના રોજ કપલની હલ્દી સેરેમની યોજાઈ હતી અને આ દરમિયાન પણ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. આ પછી સંધ્યા ટાણે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફંક્શનમાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો હાજરી આપી હતી. યશ સોની, આદિત્ય ગઢવી સહિત અનેક હસ્તીઓએ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી.

ગુજરાતના જાણીતા લોકકલાકાર ઓસમાણ મીર અને આમીર મીરે મલ્હાર અને પૂજાની સંગીત સેરેમનીમાં ધૂમ મચાવી હતી. તેમના સંગીતના તાલે આખું ઢોલિવુડ મસ્તીમાં ચૂર જોવા મળ્યું હતું. પૂજા જોશી વિશે ઘણા લોકો બહુ ઓછુ જાણે છે, તમને જણાવી દઇએ કે પૂજા મુંબઈની છે, પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે એટલે તે ગુજરાત આવતી જતી રહેતી હોય છે.

મલ્હાર અને પૂજા એકસાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે, અને બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા પણ થઇ રહી હતી. બંનેએ કોરોના કાળમાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં અને આ પછી તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ જોડી રીલ લાઇફમાંથી રિયલ લાઇફમાં હવે કપલ બની ગઇ છે.

Shah Jina