ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર મલ્હાર ઠાકર એક્ટ્રેસ પૂજા જોશી સાથે 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. કપલે લગ્ન બાદ સોશિયલ મીડિયા હેન્ડલ પર સંયુક્ત પોસ્ટ કરીને ચાહકો સાથે લગ્નની ખૂબસુરત તસવીરો શેર કરી હતી. પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી સુંદર કેપ્શન પણ લખ્યુ.
લગ્ન બાદ 27 નવેમ્બરે કપલનું રિસેપ્શન પણ યોજાયુ હતુ, જેમાં ગુજરાતી સિનેમાના ઘણા મોટા ચહેરાઓ જોવા મળ્યા હતા. જાણીતી ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, કિર્તીદાન ગઢવી, મિત્ર ગઢવી અને યશ, આરોહી અને તત્સત, ભવ્ય ગાંધી, હિતુ કનોડિયા, મોના થીબા સહિત અનેક રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.
રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં સામેલ થયા હતા અને તેમણે ન્યુલી વેડ કપલ સાથે પોઝ પણ આપ્યો હતો.મલ્હાર અને પૂજાનો રિસેપ્શન લુક સિંપલ અને ખૂબ જ સુંદર હતો. પૂજા જ્યાં રિસેપ્શનમાં સાડીમાં જોવા મળી હતી, ત્યાં મલ્હાર પણ હેન્ડસમ લાગી રહ્યો હતો.
મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નની વાત કરીએ તો, પૂજા જોશીએ પરંપરાગત રેડ લહેંગા ચોલી પહેરી હતી અને આ સાથે તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી કેરી કરી હતી.દુલ્હનના આઉટફિટમાં પૂજા ખૂબ જ સુંદર લાગી રહી હતી.જ્યારે બીજી તરફ મલ્હાર મેચિંગ પાઘડી સાથે હાથીદાંતની શેરવાનીમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
મલ્હાર અને પૂજાના લગ્નમાં લગભગ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ હાજરી આપી હતી. કપલના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી સેલેબ્રિટી સામેલ થઇ હતી અને તેમણે વટ પાડી દીધો હતો.મલ્હાર અને પૂજાના લગ્નમાં મિત્ર ગઢવી, જાણિતા ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ, પ્રોડ્યુસર આરતી પટેલ, મલ્હારની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ આરોહી તેમજ ગુજરાતી નાટકોના દિગ્ગજ એક્ટર સંજય ગોરડિયા સહપરિવાર સાથે લગ્નમાં પહોંચ્યા હતા.
આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, પ્રોડ્યુસર વૈશલ શાહ, એક્ટર તત્સત મુન્શી, પરિક્ષીત તામલિયા અને જાણીતા ગાયક ઓસમાણ મીરના સુપુત્ર આમીર મીર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.જણાવી દઇએ કે, 25 નવેમ્બરના રોજ કપલની હલ્દી સેરેમની યોજાઈ હતી અને આ દરમિયાન પણ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી.
આ પછી સંધ્યા ટાણે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફંક્શનમાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો હાજરી આપી હતી. યશ સોની, આદિત્ય ગઢવી સહિત અનેક હસ્તીઓએ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી.ગુજરાતના જાણીતા લોકકલાકાર ઓસમાણ મીર અને આમીર મીરે મલ્હાર અને પૂજાની સંગીત સેરેમનીમાં ધૂમ મચાવી હતી.
તેમના સંગીતના તાલે આખું ઢોલિવુડ મસ્તીમાં ચૂર જોવા મળ્યું હતું. પૂજા જોશી વિશે ઘણા લોકો બહુ ઓછુ જાણે છે, તમને જણાવી દઇએ કે પૂજા મુંબઈની છે, પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે એટલે તે ગુજરાત આવતી જતી રહેતી હોય છે.મલ્હાર અને પૂજા એકસાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે, અને બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા પણ થઇ રહી હતી.
View this post on Instagram
બંનેએ કોરોના કાળમાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં અને આ પછી તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ જોડી રીલ લાઇફમાંથી રિયલ લાઇફમાં હવે કપલ બની ગઇ છે.
View this post on Instagram