ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટાર કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. લગ્ન પહેલા હલ્દી-સંગીત સેરેમની અને લગ્ન બાદ 27 નવેમ્બરે રિસેપ્શન…મલ્હાર અને પૂજાના લગ્નમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જાણિતી હસ્તિઓ આવી પહોંચી હતી. જો કે બધાની નજર તો કિર્તીદાન ગઢવી પર જ અટકી ગઇ હતી.
લગ્ન પહેલાની સેરેમની અને લગ્નમાં મલ્હાર અને પૂજાના મિત્રોએ રંગ જમાવી દીધો હતો. મિત્ર ગઢવી, જાણિતા ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ, પ્રોડ્યુસર આરતી પટેલ, મલ્હારની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ આરોહી તેમજ ગુજરાતી નાટકોના દિગ્ગજ એક્ટર સંજય ગોરડિયા, નેત્રી ત્રિવેદી, પ્રોડ્યુસર વૈશલ શાહ, એક્ટર તત્સત મુન્શી, પરિક્ષીત તામલિયા અને જાણીતા ગાયક ઓસમાણ મીરના સુપુત્ર આમીર મીર સહિત અનેક સેલેબ્સ આવી પહોંચ્યા હતા.
કપલના રિસેપ્શમાં લગભગ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવી પહોંચી હતી. કિર્તીદાન ગઢવી પણ મલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં આવી પહોંચ્યા હતા. કિર્તીદાને મલ્હાર-પૂજાના રિસેપ્શનમાં એન્ટ્રી કરી માહોલ જમાવી દીધો હતો.
View this post on Instagram
જણાવી દઇએ કે પૂજા મુંબઈની છે, પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે એટલે તે ગુજરાત આવતી જતી રહેતી હોય છે. મલ્હાર અને પૂજા એકસાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. બંનેએ કોરોના કાળમાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં અને આ પછી તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ જોડી રીલ લાઇફમાંથી રિયલ લાઇફમાં હવે કપલ બની ગઇ છે.
View this post on Instagram