ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકરે 26 નવેમ્બરે એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંયુક્ત પોસ્ટ કરી ફેન્સસાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ફેન્સ આતુરતાથી કપલના લગ્નની રાહ જોઈ રહ્યા હતા અને એવામાં પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની સુંદર તસવીરો શેર કરતા જ ફેન્સ ખુશખુશાલ થઇ ગયા અને તસવીરો જોતજોતામાં વાયરલ પણ થઇ ગઇ.
લગ્ન બાદ મલ્હાર અને પૂજાના હનીમૂનને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, કે કપલ ક્યાં ફરવા જશે ? તેવામાં ગુજ્જુરોક્સની એક માલદીવ્સની પોસ્ટ વાયરલ થઇ હતી અને આ વાયરલ પોસ્ટમાં પૂજા જોશીએ હનીમુનને લઇને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.
View this post on Instagram
પૂજાએ ગુજ્જુરોક્સની પોસ્ટ પર કમેન્ટ કરી લખ્યુ કે- માલદીવ્સ તો મેં અને મલ્હાર એ જવાની ના જ પાડી છે. જે દેશ ભારત વિશે કંઇ પણ બોલે ત્યાં તો ના જ જવાય. અમે પહેલાં અમૃતસર ગોલ્ડન ટેમ્પલ જઈશું, ભારત માતા કી જય ! પૂજા જોશીનો આ જવાબ સાંભળી મલ્હાર અને પૂજાના ફેન્સ ખુશ થઇ ગયા હતા.
View this post on Instagram
ત્યારે હવે ફાઇનલી આ કપલ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પહોંચી ગયા છે. પૂજાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક ફોટો પોસ્ટ શેર કર્યો હતો. આ ફોટોમાં પૂજા અને મલ્હારનો હાથ એકબીજાના હાથમાં હતો અને સામે સુવર્ણ મંદિર દેખાઇ રહ્યુ હતુ. આ કપલ તેમના નવા જીવનની શરૂઆત પવિત્ર સ્થળ અમૃસરના સુવર્ણ મંદિરથી કરી રહ્યુ છે.
View this post on Instagram
ઠાકર અને જોશી પરિવારે ગુજ્જુરૉક્સને લગ્નમાં ખાસ આમંત્રણ આપ્યું હતું . જુઓ મલ્હાર ઠાકર અને પૂજા જોશી ના લગ્ન ના વિડીયો – મજાની સંગીત નાઈટ