મલ્હાર પછી વધુ એક ફેમસ ગુજરાતી અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાઈ: આરોહી અને તત્સતના ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો આવી સામે, જુઓ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર મલ્હાર ઠાકરે હાલમાં જ એક્ટ્રેસ પૂજા જોશી સાથે 26 નવેમ્બરે લગ્ન કર્યા. ત્યારે હવે મલ્હાર ઠાકર બાદ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ક્યુટ એક્ટ્રેસ અને મલ્હારની ખાસ ફ્રેન્ડ આરોહી પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે.

આરોહી પટેલ અને તત્સત મુનશીના ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ થઇ ગયા છે. આ મેરેજમાં સામેલ થવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને ફિલ્મ મેકર્સ ઉદયપુર પહોંચ્યા હતા. સાથે જ ન્યુલીવડ મલ્હાર અને પૂજા પણ ખાસ ફ્રેન્ડ આરોહીના લગ્નમાં સામેલ થવા ઉદયપુર આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આરોહી અને તત્સતે ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગ્લમ’ તેમજ વેબસિરીઝ ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’માં સાથે કામ કરેલું છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા. તત્સત અને આરોહી વેબ સિરીઝ નોન-આલ્કોહોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્યારે હવે બંને તેમના સંબંધોને લગ્ન સુધી આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે.

આરોહીની વાત કરીએ તો તે ‘લવ ની ભવાઈ’, ‘મોન્ટુ ની બિટ્ટુ’, અને ‘ઓમ મંગલમ સિંગલમ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેનો જન્મ દિગ્દર્શકો અને નિર્માતાના પરિવારમાં થયો હતો. તેને ડાન્સનો ખુબ શોખ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરવા સિવાય તે કેટલીક ગુજરાતી વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2021માં તેણે ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયેલી વેબ સિરીઝ ‘ઓકે બોસ’માં ‘મેઘા વસાવડા’ ની ભૂમિકા ભજવી હતી.

 

YC