લગ્ર કરી રહી છે આ ડિરેક્ટરની 23 વર્ષિય દીકરી, મિત્રો સાથે બેચલર પાર્ટીમાં કરી મજા, જાણો કયારે બનશે દુલ્હન

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ જલ્દી જ દુલ્હન બનવાની છે. આલિયા તેના મંગેતર શેન સાથે જલ્દી જ લગ્રના બંધનમાં બંધાશે. ત્યારે લગ્ર પહેલા આલિયાએ થાઈલેન્ડમાં તેના મિત્રો સાથે બેચલર પાર્ટીની મજા માણી હતી.

આલિયા કશ્યપે તેના ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ઘણા બેચલર પાર્ટીના ફોટોઝ શેર કર્યા છે. તે થાઈલેન્ડમાં તેની ગર્લ ગેંગ સાથે ફુલ મસ્તીના મૃડમાં જોવા મળી હતી.

આ બેચલર પાર્ટીમાં આલિયાની ખાસ ફ્રેન્ડ અને કપૂર પરિવારની લાડલી ખુશી કપૂર, ઇમ્તિયાઝ અલીની પુત્રી ઇદા અલી પણ સામેલ થઇ હતી. આલિયાને તેના મિત્રો તરફથી ખાસ સરપ્રાઇસ પણ મળ્યુ હતું.

આલિયાની સાથે તેની બીજી ઘણી મિત્ર પણ જોવા મળી હતી. થાઇલેન્ડમાં બેચલર પાર્ટી દરમિયાન આલિયાએ દરિયા કિનારે ખુબ મસ્તી કરી હતી. આલિયાએ ઘણી વાનગીઓનો આનંદ પણ માણ્યો હતો અને મિત્રો સાથે મસ્તી મજાક કરી ડાન્સ કર્યો હતો.

આલિયાની બેચલર પાર્ટીની તસવીરો જોઈ ચાહકો કહી રહ્યા છે કે તેના માટે આ ક્ષણ કેટલી યાદગાર રહી હશે. રિપોર્ટ્સનું માનીએ તો આલિયા તેના મંગેતર શેન સાથે 11 ડિસેમ્બરના રોજ ભવ્ય રીતે લગ્ન કરવાની છે. આલિયા-શેનના લગ્ર મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સના બોમ્બે ક્લબમાં થશે. જોકે હજી સત્તાવાર રીતે ડિટેઇલ સામે નથી આવી.

Devarsh