બોલિવૂડની આ અભિનેત્રી સાથેના લગ્ન પછી કંઈક એવું થયું કે તેને છૂટાછેડા લેવા પડ્યા. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો અને તેણે આ હરકતો પછી અલગ થવાનું શ્રેષ્ઠ માન્યું હતું. કપૂર પરિવારની પુત્રી કરિશ્મા કપૂર ખૂબ જ વહાલી છે અને તેના પરિવારના સભ્યો તેને પ્રેમથી ‘લોલો’ કહે છે. કરિશ્માએ પોતાની ફિલ્મી કરિયરમાં જેટલી પણ સફળતા મેળવી, તેનાથી વધારે તે પોતાના અંગત જીવનમાં નિષ્ફળ ગઈ.
અભિનેત્રીએ પોતે જણાવ્યું કે તેના લગ્ન નિષ્ફળ થવાના કારણો શું હતા. કરિશ્મા કપૂરે 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી કરિશ્માએ કરિયર છોડી દીધું, મુંબઈ છોડીને દિલ્હી શિફ્ટ થઈ ગઈ. પરંતુ લગ્ન બાદ તેના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો હતો કે તેણે ઈચ્છા ન હોવા છતાં લગ્ન તોડવા પડ્યા હતા.બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી.
કરિશમાએ કહ્યું હતું કે, ‘જ્યારે અમે હનીમૂન પર ગયા હતા ત્યારે સંજયે મને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું હતું. જ્યારે મેં ના પાડી તો તેઓએ મારી સાથે ઝપાઝપી કરી. એટલું જ નહીં, તેણે તેના મિત્રો સાથે મળીને મારા માટે બોલી પણ લગાવી.અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તેણે થોડા સમય પછી સંજયને તેના કૃત્યો માટે માફ કરી દીધો પરંતુ તેની હરકતો સતત વધી રહી હતી.
કરિશ્માના કહેવા પ્રમાણે, જ્યારે તે પહેલીવાર પ્રેગ્નન્ટ હતી, ત્યારે તેની સાસુ એક ડ્રેસ લાવ્યા જેમાં તે ફિટ ન હતો આવ્યો, જેથી તેણે તેને ટોણા માર્યા હતા.કરિશ્માના કહેવા પ્રમાણે, તેના સાસુ અને પતિ તેની સાથે ઘરેલું શોષણ કરતા હતા. કરિશ્માએ કહ્યું હતું કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેણે સહન કર્યું પરંતુ પછી તે સંજયને છોડીને બાળકો સાથે મુંબઈ આવી ગઈ અને ક્યારેય પાછી ગઈ નહીં.
કરિશ્માને સંજયથી બે બાળકો છે અને તેઓએ વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા.કરિશ્માએ તે ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે સંજયના તેની પહેલી પત્ની સાથે પણ સંબંધ હતા અને તે તેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. સગર્ભાવસ્થા દરમિયાન સંજયે કરિશ્માને માર પણ માર્યો હતો. કરિશ્મા કપૂરે કહ્યું હતું કે જ્યારે સંબંધો ઝેરી બની જાય છે તો તેમાંથી બહાર આવવું સારું છે.કરિશ્મા કપૂર હવે તેના માતા-પિતા અને બાળકો સાથે મુંબઈમાં રહે છે.
કરિશ્માના પિતા રાજ કપૂરના મોટા પુત્ર રણધીર કપૂર અને માતાનું નામ બબીતા છે. કરિશ્મા તેના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે અને હવે તે ફિલ્મોમાં પણ કમબેક કરી ચૂકી છે.કરિશ્મા કપૂરનું તેની નાની બહેન કરીના કપૂર સાથે સારું બોન્ડિંગ છે. કરીના પણ કરિશ્માની ખૂબ પ્રશંસા કરે છે અને કપૂર બહેનોનો પ્રેમ ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.કરિશ્મા કપૂર 90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી રહી છે જેણે ‘જીગર’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’, ‘અનારી’, ‘જીત’, ‘જુડવા’, ‘હીરો નંબર 1’, ‘કુલી નંબર 1’, ‘રાજા બાબુ’, ‘ખુદદાર’, ‘દુલ્હન હમ લે જાયેંગે, અને ‘હસીના માન જાયેગી’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે.