સ્કૂટી અને બાઇક વચ્ચે થઇ અનોખી સ્લો રેસિંગ, જાણો છેલ્લે કોણ જીત્યુ ? જુઓ વીડિયો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક રેસ બતાવવામાં આવી છે. એમાં એવું છે કે જે સૌથી ધીમું વ્હીકલ ચલાવે તે જીતે. આ અનોખી ક્લિપમાં છોકરી અને છોકરા વચ્ચે રેસ બતાવવામાં આવી છે. આ રેસના પરિણામે સમગ્ર ઈન્ટરનેટ પર બધાને ચોંકાવી દીધા છે. આ રેસ માટે એક ટ્રેક બનાવવામાં આવ્યો છે અને તેના પર એક યુવક અને એક યુવતિ બાઇક તેમજ સ્કૂટર ચલાવી રહ્યા છે.

રેસને જોવા માટે ઘણા દર્શકો હાજર છે. @mr_history_rl નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. આ રેસમાં અનેક પડકારો જોવા મળે છે. જેમ કે વ્હીકલ સૌથી ધીમી ગતિએ ચલાવવાનું છે, વ્હીકલ ચલાવતી વખતે સંતુલન જાળવવાનું છે અને હા મોટો પડકાર તો એ છે કે જે ટ્રેક છે તેની અંદર જ વ્હીકલ ચલાવવાનું છે. આ રેસમાં જે રાઇડર સૌથી ઝડપી ગતિએ આગળ વધે છે તે નહિ પણ જે સૌથી ધીમી ગતિએ આગળ જશે તે વિનર બનશે.

આ વીડિયોને 2 મિલિયનથી પણ વધુ વ્યુઝ મળ્યા છે. આ રેસ સ્કૂટીવાળી યુવતિ જીતે છે. ઘણા લોકોએ જવાબ આપ્યો કે મહિલાની જીત સરળ લાગી, કારણ કે સ્કૂટી પર ધીમી ગતિએ સંતુલન જાળવવું સરળ છે, તેમાં બાઇકની જેમ ક્લચ દબાવવાની ચિંતા કરવાની જરૂર નથી હોતી. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ ફેર ગેમ નથી કારણ કે બંને પાસે અલગ અલગ વ્હીકલ છે.

 

View this post on Instagram

 

A post shared by Mr histry (@mr_histry_rl)

Shah Jina