સ્કૂલ ટીચર બાળકોને શિક્ષિત કરી સમાજમાં સુધારા લાવા માટે બાળકોને તૈયાર કરે છે. પરંતુ ઉત્તરપ્રદેશના હમીરપૂરમાં એક ટીચરે આનીથી સાવ ઊંધું કામ કર્યું છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં એક વિદ્યાર્થીની અને તેના પરિવાર વાળા ટીચરને મારતા જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે નવમા ધોરણની વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ મોકલવા બદલ શિક્ષકને મારવામાં આવી રહ્યો છે.
વાયરલ ક્લિપમાં વિદ્યાર્થીની ચપ્પલ વડે ટીચરને મારતી જોવા મળે છે. તેના પરિવારના સભ્યો પણ શિક્ષકને ચપ્પલ અને હાથ વડે મારતા જોવા મળે છે. બાળકીના પરિવારે શિક્ષક વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. હમીરપુરની સરકારી શાળામાં શિક્ષકની આ હરકત પર યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.આ વીડિયોમાં ત્રણ લોકો લાલ રંગની હાફ કોટી પહેરેલા શિક્ષકને મારતા જોઈ શકાય છે. સરકારી શાળામાં ભણાવતો મુકેશ ચૌરસિયા વર્ગની વિદ્યાર્થીનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો.
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, વિદ્યાર્થિનીઓના વિરોધ કરવા પર તે વિદ્યાર્થિનીઓ પર ટોર્ચર કરતો હતો. તેવામાં એક વિદ્યાર્થિનીએ આ વાત તેના ઘર વાળાઓને કહી દીધી.જેના પછી પરિવારજનોએ શાળામાં ઘુસીને શિક્ષકને માર માર્યો હતો. ક્લિપમાં બે વ્યક્તિ અને એક વિદ્યાર્થીની શિક્ષકને મારતા જોઈ શકાય છે. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિક્ષકને કસ્ટડીમાં લીધો હતો.
તેમજ પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ FIR નોંધાવી હતી.યુપીના હમીરપુરની આ ઘટનાનો વીડિયો X પર @SachinGuptaUPએ પોસ્ટ કરતા લખ્યું- સરકારી શાળાના શિક્ષક મુકેશ ચૌરસિયા 9મા ધોરણની વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ મોકલતો હતો. વિદ્યાર્થીની અને તેના પરિવારે શિક્ષકને ચપ્પલ વડે માર માર્યો હતો. શિક્ષક વિરુદ્ધ FIR નોંધાઈ.આ વીડિયોને અત્યાર સુધી 10 હાજરથી વધુ વ્યુઝ અને 500થી વધુ લાઇક્સ મળી ચુક્યા છે.
કોમેન્ટ સેકશનમાં યુઝર્સની પ્રતિક્રિયાઓ અશ્લીલ મેસેજ મોકલનાર શિક્ષકને માર મારવા પર સંતોષની લાગણી દર્શાવે છે.હમીરપુરની આ ઘટના પર યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ક્યારેક ખરાબ શિક્ષકોને યોગ્ય પાઠ ભણાવવાની જરૂર પડે છે. બીજાએ કહ્યું કે શિક્ષકને યોગ્ય રીતે માર મારવો જોઈએ, તે પરિવારની જવાબદારી છે. ત્રીજા યુઝરે લખ્યું કે જો તે વાત સાચી છે તો પરિવાર આ ખરાબ વાત કેવી રીતે સહન કરશે. ચોથાએ કહ્યું કે બહુ સારું. મોટા ભાગના યુઝર્સ કમેન્ટ સેક્શનમાં ખોટા કામ કરનાર શિક્ષકને મારવા પર આનંદ અનુભવતા જોવા મળે છે.
यूपी : हमीरपुर जिले में सरकारी स्कूल का टीचर मुकेश चौरसिया 9वीं की छात्रा को अश्लील मैसेज भेजता था। छात्रा और उसकी फैमिली ने टीचर को चप्पलों से पीटा। टीचर के खिलाफ FIR हुई। pic.twitter.com/n6JubHCrJP
— Sachin Gupta (@SachinGuptaUP) November 30, 2024