બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને દિલ્હીની દુલ્હનના જીવનના સૌથી મોટા દિવસને વધુ ખાસ બનાવી દીધો, જેની ઝલક એક વીડિયોમાં જોવા મળી. આ વાત એક મેકઅપ આર્ટિસ્ટ દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં કિંગ ખાન દુલ્હનના લુકના વખાણ કરતા જોવા મળે છે. જ્યારે વરરાજા અભિનેતા પાસે ઉભો છે. કિંગ ખાન તરફથી પ્રશંસા મળ્યા બાદ દુલ્હનની ખુશી જોવા જેવી છે.
વીડિયોમાં શાહરૂખ ખાન તેની 2012ની ફિલ્મ જબ તક હૈ જાનનો ડાયલોગ રિપીટ કરતા કહે છે, મેં તુમસે સચ કહેના ચાહતા હું કી તુમ બેહદ ખૂબસુરત લગ રહી હો… માશાઅલ્લાહ બેહદ ખૂબસુરત. તમારી તરફ જોઇ બસ આટલું જ કહેવા માંગુ છું. શાહરૂખની આ કોમ્પ્લિમેન્ટ પર દુલ્હન હસતી અને શરમાતી જોવા મળી રહી છે.
વીડિયો શેર કરતી વખતે મેકઅપ આર્ટિસ્ટ અમૃત કૌરે લખ્યું, એસઆરકે તમે મારો દિવસ બનાવી દીધો. જેમ તમે મારી દુલ્હન હર્ષિતાની પ્રશંસા કરી, તે જે રીતે દેખાઇ રહી હતી, તેના સૌથી ખાસ દિવસ પર ! મારી મહેનત રંગ લાવી, તે દિવસ માટે.” આગળ વિડિયોમાં શાહરૂખ ખાન દુલ્હા સાથે મજાક કરતા જોઈ શકાય છે.
તે તેને દુલ્હનની પ્રશંસા કેવી રીતે કરવી તે અંગે ફિલ્મી ક્લાસ પણ આપતો જોવા મળે છે. આ સિવાય કિંગ ખાન કલ હો ના હોના ગીત પ્રિટી વુમન અને પઠાનના ગીત ઝૂમે જો પઠાન પર ડાંસ કરતો અને દુલ્હા-દુલ્હનને ગળે લગાવતો જોવા મળે છે.
View this post on Instagram