દિલજીત દોસાંઝ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ કોન્સર્ટ કરી રહ્યો છે. તેના Dil-Luminati Tour ને પણ લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જો કે, તેના કોન્સર્ટને લઈને ઘણો વિવાદ છે. નવો વિવાદ 8 ડિસેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયેલ કોન્સર્ટનો છે. જ્યાં દિલજીતે પ્રખ્યાત કવિ રાહત ઈન્દોરીની કવિતા દ્વારા બજરંગ દળને જોરદાર જવાબ આપ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં બજરંગ દળે 8 ડિસેમ્બરે ઈન્દોરમાં આયોજિત દિલજીતનો કોન્સર્ટ રદ કરવાની માંગ કરી હતી. બજરંગ દળે ઈન્દોર પોલીસને ફરિયાદ કરી હતી કે દિલજીતના કોન્સર્ટમાં દારૂના સ્ટોલ લગાવવામાં આવે છે અને ડ્રગ્સનું પણ સેવન કરવામાં આવે છે. જો કે, 8 ડિસેમ્બરે દિલજીતનો કોન્સર્ટ ઈન્દોરમાં થયો અને આ દરમિયાન તેણે પ્રસિદ્ધ કવિ રાહત ઈન્દોરીનો એક શેર વાંચ્યો. “અગર ખિલાફ હૈ હોને દો, જાન થોડી હૈ. યે સબ દુઆ હૈ, આસમાં થોડી હૈ. સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં, કિસી કે બાપ કા હિંદુસ્તાન થોડી હૈ.”
દિલજીતે કોન્સર્ટ દરમિયાન રાહત ઈન્દોરીની બીજી કવિતા વાંચી, “મેરે હુજરે મેં નહિ ઔર કહી પર રખ દો, આસમાં લાએ હો લે જાઓ જમીં પર રખ દો. અબ કહા ઢૂંઢને જાઓગે હમારે કાતિલ, આપ તો કત્લ કા ઇલ્ઝામ હમીં પર રખ દો.” જો કે, આખા કોન્સર્ટ દરમિયાન દિલજીતે એક પણ વાર બજરંગ દળનો ઉલ્લેખ ન કર્યો. આ કોન્સર્ટ દરમિયાન દિલજીતે ટિકિટના બ્લેક માર્કેટિંગ વિશે પણ વાત કરી હતી.
તેણે કહ્યું, “છેલ્લા કેટલાક સમયથી મારી વિરુદ્ધ એવી અફવાઓ ઉડી રહી છે કે દિલજીતના કોન્સર્ટની ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ રીતે ટિકિટો વેચાઈ રહી છે એમાં મારી ભૂલ નથી. 10 રૂપિયાની ટિકિટ લઇ તેમાં 100 રૂપિયા નાખો તો કલાકારનો શું વાંક ? મારા પર ગમે તેટલો આરોપ લગાવો, તેનાથી મને કોઈ ફરક નથી પડતો. મને બદનામ થવાનો ડર નથી કે મને કોઈ ટેન્શન નથી.”
View this post on Instagram