Source : ખૂબ જ દેખાવડી છે અલ્લૂ અર્જુનની રિયલ ‘શ્રીવલ્લી’, કરોડોની માલકણ છતાં સાદગી મનમોહક
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી, અને હવે આ ફિલ્મનો બીજો પાર્ટ ધૂમ મચાવી રહ્યો છે. ઘણા લોકો છે જેઓ અલ્લુ અર્જુન વિશે બધું જાણવા માંગે છે અને સાથે સાથે તેના પરિવાર તેમજ પત્ની અને બાળકો વિશે પણ જાણવા આતુર છે. ત્યારે અમે તમને આજે અલ્લુ અર્જુનની પત્ની વિશે જણાવીશું. અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે.
અલ્લુ અને સ્નેહાની લવ સ્ટોરીમાં પ્રેમ, ડ્રામા, ઇમોશન્સ બધુ જ છે. વાત ઘણા વર્ષો પહેલાની છે, જ્યારે અલ્લુ યુએસમાં પોતાના એક મિત્રના લગ્ન અટેન્ડ કરવા ગયો હતો. સ્નેહા પણ તે લગ્નમાં આવી હતી. અર્જુનના ફ્રેન્ડ એ જ તેની સ્નેહા સાથે મુલાકાત કરાવી હતી. બસ પછી શું હતુ, પહેલી નજરમાં જ અલ્લુ સ્નેહા પર દિલ હારી બેઠો હતો. અલ્લુ માટે આ લવ એટ ફર્સ્ટ સાઇટ હતો. તે દિવસે બંને લગ્નમાં મળ્યા. જો કે બંને વચ્ચે કંઇ વાત નહોતી થઇ.
પરંતુ અર્જુન પહેલી નજરે જ સ્નેહાના પ્રેમમાં પડી ગયો હતો, તે તેને મગજમાંથી બહાર નહોતો કાઢી શક્યો.એક્ટરના મિત્ર એ તેને સ્નેહાને મેસેજ કરવા દબાણ કર્યુ અને સરપ્રાઇઝિંગ એ રહ્યુ કે સ્નેહાએ પણ અલ્લુના મેસેજનો જવાબ આપ્યો. આ પછી બંને ફોન પર વાત કરવા લાગ્યા. થોડા સમય સુધી ફોન પર વાત કર્યા પછી તેઓ ફરી મળ્યા. તેમની આ મુલાકાત સારી રહી. આ પછી તેઓ ઘણી વખત ડેટ પર ગયા. આ ડેટને કારણે તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શક્યા અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા.
આ પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો તેઓએ તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. જો કે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી અલ્લુના પિતાને તેમના સંબંધો વિશે જાણ થઈ. આ પછી અલ્લુએ તેના પિતા સમક્ષ સ્નેહાને પ્રેમ કરવાની વાત કબૂલ કરી. અલ્લુએ લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. સ્નેહા બિઝનેસમેન કેસી શેખર રેડ્ડી અને કવિતા રેડ્ડીની પુત્રી છે.
શરૂઆતમાં સ્નેહા અને અલ્લુનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. પરંતુ અલ્લુ અને સ્નેહા ગાઢ પ્રેમમાં હતા અને તેઓ પાછળ હટવા તૈયાર ન હતા. અંતે પરિવારને તેમના પ્રેમ સામે ઝુકવું પડ્યું. અલ્લુ અને સ્નેહાની સગાઇ 26 નવેમ્બર 2010ના રોજ થયા હતા. સગાઇના ત્રણ મહિના પછી 6 માર્ચ 2011ના રોજ તેમના લગ્ન થયા. લગ્નના દિવસે કાંજીવરમ સાડીમાં સ્નેહા અદભૂત લાગી રહી હતી.
તેમના ભવ્ય લગ્ન ઘણી ટીવી ચેનલો પર બતાવવામાં આવ્યા હતા. લગ્નના વર્ષો બાદ પણ આ કપલ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. અલ્લુ ને સ્નેહા બે સુંદર બાળકોના પેરેન્ટ્સ છે. સ્નેહા અને તેના બાળકો લાઈમલાઇટથી દૂર રહે છે. જો કે સ્નેહા બિઝનેસમાંથી તગડી કમાણી કરે છે. સ્નેહાના પિતા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી ખૂબ મોટા બિઝનેસમેન છે.
સ્નેહા હૈદ્રાબાદમાં SCIENT ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (SIT) ની ચેરપર્સન છે. સ્નેહા એ PICABOO ઓનલાઇન ફોટો સ્ટુડિયો હૈદરાબાદના પોશ વિસ્તારમાં શરૂ કરીને બિઝનેસની દુનિયામાં 2016 માં પગ મૂક્યો હતો.આ સ્ટુડિયો પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે જાણીતો છે. એક રિપોર્ટ અનુસાર સ્નેહા રેડ્ડીની નેટવર્થ લગભગ 42 કરોડ રૂપિયા છે.