ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ ગુલાબી બોલ ટેસ્ટમાં કાંગારૂ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. મેચ બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને મોટો ફટકો પડ્યો છે. ICCએ તેના પર મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો છે.
સિરાજને મેચમાં ટ્રેવિસ હેડ સાથે અથડામણ કરવા બદલ આ સજા મળી છે. જ્યારે ICCએ ટ્રેવિસ હેડ પર કોઈ દંડ ન લગાવ્યો અને તેને છોડી દીધો. જોકે, આઈસીસીએ સિરાજ અને હેડ બંનેને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે. ICCએ કહ્યું, ‘સિરાજ અને હેડને અનુશાસનાત્મક રેકોર્ડમાં 1-1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે છેલ્લા 24 મહિનામાં તેમનો પહેલો ગુનો છે.’24 મહિનામાં સિરાજ અને હેડની આ પેહલી ભૂલ હતી, માટે તેમના પર કોઈ મેચ નો બેન લગાવામાં નથી આવ્યો. 14 ડિસેમ્બરેથી શરુ થતી બ્રિસબેન ટેસ્ટમાં બંને રમી શકે છે.
જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી, સિરાજે તેને ગુસ્સામાં આંખો બતાવી અને તેને પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો હતો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું.ICCએ સિરાજને આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે અભદ્ર ભાષાના ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવે છે.
જ્યારે હેડને આચારસંહિતાની કલમ 2.13નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરાવામાં આવ્યો છે. આ મુજબ ગેરવર્તન બદલ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે છે.સિરાજ અને હેડે મેચ રેફરી રંજન મદુગલેની સામે આરોપો સ્વીકારીને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. આ જ કારણ હતું કે સુનાવણીની જરૂર નહોતી. આવી સ્થિતિમાં આઈસીસીએ બંનેને દોષિત માન્યા અને સજા સંભળાવી.મેચ બાદ સમગ્ર મામલે મોહમ્મદ સિરાજનું નિવેદન પણ સામે આવ્યું છે.
સિરાજના કહેવા પ્રમાણે હેડે પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તે સાચું નથી. સિરાજે સ્ટાર સ્પોર્ટ્સ પર હરભજન સિંહ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું તેની સામે બોલિંગનો આનંદ માણી રહ્યો હતો. ખૂબ સરસ બેટલ ચાલી રહી હતી. જ્યારે સારા બોલ પર પણ સિક્સર ફટકારવામાં આવે છે ત્યારે અંદરથી એક અલગ જ જુસ્સો આવે છે. તેને બોલ્ડ કર્યા પછી, મેં માત્ર ઉજવણી કરી, મેં કશું કહ્યું નહીં. પણ તેણે જવાબ આપ્યો.
સિરાજે કહ્યું, ‘પીસીમાં તેણે જે પણ કહ્યું તે જૂઠ છે. તેણે મને વેલ બોલ્ડ (સારી બોલિંગ) કહ્યો તે જૂઠ છે. તેણે કહ્યું કે તમે લોકો પોતાને આ રીતે જુઓ છો. અમે દરેકને માન આપીએ છીએ. તેની કેહવાની રીત સારી ન હતી. ટ્રેવિસ હેડે બીજા દિવસની રમત બાદ કહ્યું હતું કે તેણે સિરાજને વેલ બોલિંગ કહ્યો હતું. હેડે એમ પણ કહ્યું હતું કે તેઓ આ બાબતને વધુ મહત્વ આપવા માંગતા નથી.
The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT
— cricket.com.au (@cricketcomau) December 7, 2024