વિરાટ કોહલીની એરપોર્ટ પર TV જર્નલિસ્ટ સાથે થઇ માથાકૂટ? પરિવારની ક્લિક કરી રહી હતી તસવીર- જુઓ હકીકત

વિરાટ કોહલી મેલબર્ન એરપોર્ટ પર પત્રકાર પર થયો ગુસ્સો, જાણો આખો મામલો

મેલબોર્ન પહોંચતા જ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની એક મહિલા ટીવી પત્રકાર સાથે ઝઘડો કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા વિરાટ કોહલી મેલબોર્નમાં એક ઓસ્ટ્રેલિયન ટીવી પત્રકાર પર કથિત રીતે ગુસ્સે થયો હતો. વિરાટને કેમ અચાનક ગુસ્સો આવ્યો ? આનું કારણ અજ્ઞાત છે, પરંતુ કથિત રીતે તેના પરિવારને કેમેરામાં કેદ કરવામાં આવી રહ્યો હતો, જેને કારણે તે ગુસ્સે થયો હોવાનું કહેવાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાની એક મહિલા પત્રકાર સાથે તીખી દલીલ થઈ હતી. વિરાટનો એક મહિલા પત્રકાર સાથે તેના પરિવારની તસવીરો લેવાના મુદ્દે ઝઘડો થયો હતો. વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા તેમજ બાળકો વામિકા અને અકાય સાથે મેલબોર્ન એરપોર્ટ પર ઉતર્યો હતો.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ચેનલ ‘ચેનલ 7’ના એક પત્રકારે તેનો વીડિયો બનાવ્યો, જેના પર વિરાટ ગુસ્સે થઈ ગયો. વિરાટે મહિલા પત્રકારને વિનંતી કરી કે તે તેની તસવીરો ચલાવે નહિ અને ડિલીટ કરે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી. આ બાબતે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી.

ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીનો વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી. તેનલ 7ની રીપોર્ટર થિયો ડોરોપોલોસે 7NEWS પર કહ્યુ- ત્યાં કેમેરા જોઇ કોહલી થોડો ગુસ્સામાં આવી ગયો, તેને લાગ્યુ કે મીડિયા તેના બાળકો સાથે વીડિયો બનાવી રહી છે. આ ઘણી હદ સુધી ગેરસમજ હતી. આખરે કોહલીએ તેની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. તેને એ કહેતા સાંભળી શકાય છે કે ‘મને મારા બાળકો સાથે પ્રાઈવસી જોઇએ. તમે મને પૂછ્યા વગર વીડિયો નથી બનાવી શકતા.’

જ્યારે તેને એ કહેવામાં આવ્યુ કે વાસ્તવમાં તેના બાળકોનું ફિલ્માંકન નથી કરવામાં આવી રહ્યુ તો તેણે મીડિયાને સ્થિતિ સ્પષ્ટ કરવામાં વધારે સમય ના લીધો અને અહીં સુધી કે ચેનલ 7ના કેમેરામેન સાથે હાથ મિલાવ્યા. પર્સનલ લાઇફની વાત કરીએ તો વિરાટ કોહલીએ વર્ષ 2017માં પ્રાઇવેટ-ઇંટીમેટ સેરેમનીમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ કપલ વામિકા કોહલી અને અકાય કોહલીના પરેન્ટ્સ છે. કપલ હંંમેશા પોતાના પરિવારને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

Shah Jina