“ધબકતું અમદાવાદ, ચમકતા સિતારા: ‘કાશી રાઘવ’ના ટ્રેલર લોન્ચે જમાવ્યો રંગ”
ગુજરાતી ફિલ્મ‘કાશી રાઘવ’ની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ હવે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
અમદાવાદમાં ફિલ્મના મુખ્ય કલાકારો દીક્ષા જોશી અને જયેશ મોરે તથા રાઇટર- ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી તથા પ્રોડ્યુસર ધનપાલ શાહ સહીત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોની હાજરીમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર તથા ‘ગંગા’ સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે અલગ અવતારમાં જોવા મળશે. મહત્વની વાત એ પણ છે કે, આ ફિલ્મમાં પહેલી વખત પ્રખ્યાત હિન્દી સિંગર જુબિન નૌટિયાલના અવાજમાં ગુજરાતી ગીત સાંભળવા મળશે. આ ફિલ્માં રેખા ભારદ્વાજે પણ એક હાંલરડું ગાયું છે.
ફિલ્મ નું ટ્રેલર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું હતું અને એક અલગ જ વિષય પર બનેલી આ ફિલ્મના ટ્રેલર ને અદભુત પ્રેમ મળ્યો છે . આ ફિલ્મ 3 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દિક્ષા પહેલી વખત આ ફિલ્મમાં એક સેક્સ વર્કરનો રોલ કરી રહી છે, જે પોતાની ખોવાઈ ગયેલી દિકરીને શોધે છે. તેની એક સંઘર્ષભરી કહાણી છે. આ ફિલ્મમાં દિક્ષા અને જયેશ મોરે ઉપરાંત ભરત ઠક્કર, શ્રુહાદ ગોસ્વામી, કલ્પના ગાગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ જોવા મળશે.
View this post on Instagram
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરેની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી, બાંગ્લા અને હિન્દી એમ ત્રણ ભાષાઓનો ત્રિવેણીસંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે.