લગ્ન બાદ મલ્હાર ઠાકર અને પૂજાએ વિદેશમાં સેલિબ્રેટ કર્યુ તેમનું પહેલુ ન્યુ યર, જુઓ ક્યુટ PHOTOS

ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન પહેલાની સેરેમની અને વેડિંગ રિસેપ્શનની ઘણી તસીવરો-વીડિયો વાયરલ થયા હતા. ત્યારે હાલમાં જ કપલે ન્યુ યર સાથે સેલિબ્રેટ કર્યુ. બંનેએ નવા વર્ષના આગમન માટે ન્યુયોર્કને પસંદ કર્યુ હતુ. કપલે કેટલીક તસવીરો શેર કરી ન્યુ યરની શુભકામના પાઠવી.

એક તસવીરમાં મલ્હાર અને પૂજા બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે, જ્યારે એક તસવીરમાં મલ્હાર પૂજાને કિસ કરતો જોવા મળે છે. જ્યારે એકમાં તેઓ સ્કાયડાઇવિંગની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત એક તસવીર તેમના લગ્નની છે. પૂજા મુંબઈની છે, પણ તે ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે એટલે ગુજરાત આવતી જતી રહે છે.

મલ્હાર અને પૂજાએ પહેલા ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યુ છે, ત્યારબાદ બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા ચાલી હતી. બંનેએ કોરોનાના સમયગાળામાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી. જે દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

કપલના લગ્નના સમાચારો બહાર આવતા જ ચાહકોમાં પણ અનેક સવાલો ઊભા થઈ ગયા હતા કે બંનેની લવ સ્ટોરી ક્યારથી શરૂ થઈ અને બંને એકબીજાને પહેલાથી ઓળખતા હતા કે પછી ફિલ્મ દરમિયાન જ મળ્યા હતા. વેબ સિરીઝ વાત વાતમાના શૂટિંગ સમયે બંને પહેલીવાર મળ્યા હતા. આ વેબ સિરીઝમાં બંનેની કેમિસ્ટ્રીને દર્શકોએ ઘણી વખાણી હતી.

વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટુ બંનેમાં કામ કર્યુ છે. જેમાં કોરોના કાળ દરમિયાનની વાત અને સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’માં પણ જોવા મળ્યા હતા, જેમાં તેઓએ એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી.

તેઓ છેલ્લે ગત વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’માં જોવા મળ્યાં હતાં. ‘વાત વાતમાં’ના શૂટીંગ દરમિયાન તેઓ પહેલીવાર મળ્યા અને એક કો સ્ટારની જેમ વાત શરૂ થઇ. પૂજાએ જ્યારે પહેલીવાર મલ્હારને હેલ્લો કહ્યું ત્યારે મલ્હારે કહ્યુ કે ચલ કોફી પીએ ? બસ આ રીતે વાતચીતની શરૂઆત થઇ.

તેઓ ધીરે ધીરે પાકા મિત્રો બન્યા, કોફી ડેટ પર ગયા, વારંવાર મળતા થયા અને વાત વાતમાં જ તેઓ એકબીજાના દિલની નજીક આવવા લાગ્યા. તેઓ ક્યારે એકબીજાના સોલમેટ બની ગયા તેની તેમને જ ના ખબર પડી. કોફીથી શરૂ થયેલી સફરથી તેઓ એક મેકના બની ગયા.

Shah Jina