બિરયાની માત્ર એક ડિશ નથી, પણ ઇમોશન છે ! આ મુદ્દે કોઈપણ પ્રકારની છેડછાડ બિરયાની લવર્સને ગુસ્સે કરી શકે છે. બિરયાની કેટલી સ્પેશિયલ છે એ એક રિપોર્ટ પરથી જાણી લો. સ્વિગીના રિપોર્ટ અનુસાર, 2024માં બિરયાની સૌથી વધુ ઓર્ડર કરાયેલી ડિશ રહી. જો કે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,
જેમાં બિરયાની સાથે કંઈક એવું કરવામાં આવ્યું કે જેને જોયા વગર લોકો રહી શક્યા નહીં. ખરેખર, તે આઈસ્ક્રીમ બિરયાની હતી, અને આ ફૂડ કોમ્બિનેશન હવે વાયરલ થઈ રહ્યું છે. જ્યાં બે મહિલાઓ કહી રહી છે કે તેઓએ આઇસક્રીમ બિરયાની બનાવી છે, આ વિડિયો સામે આવતા જ લોકોને ગુસ્સો આવે તે સ્વાભાવિક હતું.
સોશિયલ મીડિયા પર જ્યાં લોકો બિરયાનીમાં ઈલાયચી અને બટાકા સહન કરતા નથી, ત્યાં આઈસ્ક્રીમ સાથે બિરયાની જોવી એ મુશ્કેલ હતું. કેટલાકે કહ્યુ- કેટલાક લોકોએ કહ્યું, ‘આખરે આ કોણે કર્યુ મુજ્જિસમા ?’ ડો કે કોઈ એવી માંગ કરી રહ્યું છે કે હવે બિરયાની માટે ‘બિરયાની ન્યાય સંહિતા’ બનાવવામાં આવે.
View this post on Instagram