ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયાને આજે કોઇ ઓળખની જરૂર નથી, તેઓ ગુજરાતી ફિલ્મોને અલગ ઉંચાઈએ પહોંચાડનાર મહેશ-નરેશની જોડીમાંના નરેશ કનોડિયાના પુત્ર છે. હિતુ કનોડિયા પોતે પણ લોકપ્રિય ગુજરાતી એક્ટર છે અને તેમના જબરજસ્ત અભિનય માટે જાણિતા છે. હિતુ કનોડિયાની ફિલ્મો અર્બન અને રુરલ બંને વિસ્તારોમાં ધૂમ મચાવે છે.
છેલ્લા કેટલાક સમયમાં તો તેમની જે ફિલ્મો આવી છે તેમાં તેમના અભિનયને ઘણો વખાણવામાં આવ્યો છે, જેમાં વશ, કમઠાણ, નાસૂર સહિત અનેક સામેલ છે. થોડા જ સમયમાં તેમની નવી એક ફિલ્મ આવી રહી છે ‘છૂટાછેડા’. આ ફિલ્મમાં તેમની સાથે તેમની પત્ની મોના થીબા પણ જોવા મળશે. મોના થીબા 10-12 વર્ષ પછી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે અને એ પણ તેમના પતિ હિતુ સાથે…
હિતુ કનોડિયા અવારનવાર તેમના પિતા નરેશ કનોડિયાને યાદ કરતા રહે છે. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં હિતુ કનોડિયા પત્ની મોના થીબા, પુત્ર રાજવીર અને પિતા નરેશ કનોડિયા સાથે જોવા મળી રહ્યા છે. હિતુ કનોડિયાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં પરિવાર આનંદ-ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો એપ્રિલ 2020નો છે, અને પિતાની યાદમાં હિતુ કનોડિયાએ આ વીડિયો શેર કર્યો છે.
તેમણે વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું,’એપ્રિલ 2020ની યાદો, મિસ યુ પપ્પા’. જણાવી દઇએ કે, હિતુ કનોડિયા તેમના પિતાની ઘણી નજીક હતા. કોરોનાકાળમાં ઓક્ટોબર 2020માં નરેશ કનોડિયાનું નિધન થયું હતું. કોરોના પોઝિટિ આવ્યા બાદ નરેશ કનોડિયાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જો કે આ દરમિયાન તેમનું નિધન થયું હતું.
View this post on Instagram