હોરર-કોમેડી ગુજરાતી મુવી ‘ફાટી ને?’ જોવા જતાં પહેલાં આ રિવ્યૂ જરૂર જુઓ,માત્ર એક ‘માવો’ લોકોની જીંદગી બદલી શકે છે? પૈસા વસૂલ કે ફ્લોપ?

ઇમોશન, કોમેડી, ડ્રામા અને હોરરથી ભરપૂર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સ્ટારર ગુજરાતી ‘ફિલ્મ ફાટી ને ?’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ ફિલ્મમાં મોના થીબા કનોડિયાની પણ ઝલક જોવા મળે છે. ત્યારે આ ફિલ્મમાં શું ખાસ છે ? તો ચાલી જાણીએ રિવ્યૂ…

આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ફૈઝલ હાશ્મી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ એસ.પી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મ દરમિયાન જ્યારે હિતુ કનોડિયાની એન્ટ્રી પડે, ત્યારે થિયેટરમાં તાળીઓ પડે છે, સીટી વાગે છે. આ ફિલ્મ પરમલાલ અને પદમલાલ નામના બે ખાસ મિત્રો પર આધારિત છે.

ફિલ્મ સ્ટોરી અને સ્ક્રીનપ્લે :

આ ફિલ્મ પરમલાલ અને પદમલાલ નામના બે ખાસ મિત્રો પર આધારિત છે. જેમાં, હિતુ કનોડિયા-પરમલાલ અને સ્મિત પંડ્યા-પદમલાલ તરીકે જોવા મળે છે. મોના થીબાને હિતુ કનોડિયાની પત્ની બતાવવામાં આવી છે.

એક્ટિંગ અને કલાકારો :

હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, ચેતન ડાહિયા, કૌશામ્બી ભટ્ટ, આકાશ ઝાલા, હેમિન ત્રિવેદી, માર્ક રોબર્ટ અને માઈકલ જેવા કલાકારોએ પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે.

ડાયરેક્ટર અને પ્રોડ્યુસર :

આ ફિલ્મ ફૈઝલ હાશ્મી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ એસ.પી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. શરદ પટેલ, શૈશવ પ્રજાપતિ અને પ્રકાશ સાવંત મુખ્ય પ્રોડ્યુસર છે.

ટેકનિકલ પાસાંઓ :

આ ફિલ્મનું શુટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કરવામાં આવ્યું છે. જેમાં, મેલબોર્ન શહેરનાં ‘મેલબોર્ન મેન્શન’ નામની હવેલીમાં આખી ફિલ્મ પૂર્ણ થાય છે. મહત્ત્વનું છે કે, આ ફિલ્મ મેલબોર્નમાં જ આકાર લે છે.

મ્યુઝિક :

આ ફિલ્મ ગુજરાતની ડોલ્બી એટમોસ સાઉન્ડ ફિલ્મ છે. જેનું સાઉન્ડ ડિઝાઇન એ. આર. રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર મોશન ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. આ ફિલ્મમાં 4 સોંગ છે. જેમાં બે ગીત ગુજરાતના મ્યુઝિક ડિરેક્ટર સોહમ નાયકે કરેલા છે. ત્રીજું ગીત ચેન્નઈના મ્યુઝિક ડિરેક્ટર દીપક વેણુગોપાલમ આપ્યું છે. આ સાથે તેમણે આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કર્યું છે. ચોથું આપણા મહેશ-નરેશનું બહુ જ એક્ઝિસ્ટિંગ સોંગ પાદરની આંબલી હેઠે… પણ લેવામાં આવ્યું છે.

ફિલ્મ રિવ્યૂ :

આ ફિલ્મમાં પરમલાલના કેરેક્ટરમાં હિતુ કનોડિયાની દમદાર એક્ટિંગ જોવા મળે છે. અને પદમલાલના કેરેક્ટરમાં સ્મિત પંડ્યાનો બેસ્ટ કોમિક ટાઈમ છે. તો બીજી તરફ પરમલાલ તેની દીકરી પરીની કસ્ટડી લેવા માગે છે. આ પછી હોરર-કોમેડીની સાથે ફિલ્મ લોકોને પકડી રાખે છે. ક્લાઈમેક્સમાં મહેશ-નરેશના પાદરની આંબલી હેઠે… ગીતમાં સ્મિત પંડ્યાનો મહિલાના વેશમાં જંડ સાથેનો ડાન્સ લોકોને પેટ પકડીને હસાવે છે. તેઓ માવા ખાતા રહે છે અને માવાનો ફિલ્મમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે.

અમદાવાદમાં ‘ફાટી ને ?’નું ગ્રાન્ડ પ્રીમિયર પણ રાખવામાં આવ્યું હતું, રાઈટર-ડિરેક્ટર ફૈઝલ હાશ્મીની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને ? થિયેટરમાં રીલિઝ થઇ ચૂકી છે, જેનું ગ્રાન્ડ પ્રીમિયર હાલમાં જ અમદાવાદમાં યોજાયુ, આ ખાસ પ્રસંગે સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ફિલ્મની સ્ટાર કાસ્ટ હિતુ કનોડિયા, મોના થીબા, સ્મિત પંડ્યા એટલે કે કિશોર કાકા, આકાશ ઝાલા અને હેમિન ત્રિવેદી સહિત ફિલ્મ સાથે જોડાયેલ અનેક હસ્તિઓએ પ્રિમીયરમાં હાજરી આપી હતી. જુઓ વીડિયોમાં:

અને હવે, જોઈ લો ફિલ્મ ‘ફિલ્મ ફાટી ને ?’ ટ્રેઈલર..

Aanchal
error: Unable To Copy Protected Content!