ગર્લફ્રેન્ડના કહેવા પર છોકરાએ મહાકુંભમાં દાંતણ વેચ્યા, 4-5 દિવસમાં જ કમાઇ લીધા 40,000 થી પણ વધારે, જુઓ વીડિયો

કુંભમાં વેચ્યા 40 હજારના દાંતણ, બોલ્યો- આજે ગર્લફ્રેન્ડને કારણે આટલું કમાઇ રહ્યો છું…

મહાકુંભ મેળામાં દાંતણ વેચતા એક સામાન્ય યુવાનની કહાની આ દિવસોમાં લોકોના હૃદયને સ્પર્શી રહી છે. આ યુવકનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોતાની ગર્લફ્રેન્ડની સલાહ પર તેણે મહાકુંભ મેળામાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો અને માત્ર પાંચ દિવસમાં 40,000 રૂપિયા કમાઇ લીધા. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક વાદળી જેકેટમાં જોવા મળે છે જેના હાથમાં દાંતણ જોઇ શકાય છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેમને આ વ્યવસાય શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો, ત્યારે તે સ્માઇલ કરી ગર્વથી જવાબ આપે છે – ‘મારી ગર્લફ્રેન્ડ’. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @adarshtiwari20244 હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેનું કેપ્શન છે- સાચી રિલેશનશિપ. વીડિયો બનાવનાર વ્યક્તિ છોકરાને પૂછે છે, “ભાઈ, તમે દાંતણ વેચો છો?” છોકરો કહે છે- હા, લીમડાના દાંતણ.

આ પછી બ્લોગર પૂછે છે- તમે કેટલું કમાઓ છો ? આના પર છોકરાએ કહ્યું કે તેણે પાંચ દિવસમાં 40 હજાર રૂપિયાના દાંતણ વેચ્યા છે. ક્યારેક હું 6 હજાર રૂપિયા કમાઉ છું તો ક્યારેક 9 હજાર રૂપિયા સુધી પણ કમાઉ છું. તમે જેટલું વધુ દોડશો, તેટલું જ તમે અહીં કમાશો. જ્યારે પૂછવામાં આવ્યું કે તેને આ કામ કોણે કરવાનું કહ્યું.

ત્યારે યુવકે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડે તેને આઇડિયા આપ્યો કે દાંતણ વેચવા માટે કોઈ મૂડીની જરૂર નથી અને તે તેને મફતમાં ખરીદી અને વેચી શકે છે. તેની પ્રેરણાને કારણે તે હવે સારું કમાઈ રહ્યો છે અને આર્થિક રીતે સ્વતંત્ર બની ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો યુવાનની પ્રામાણિકતા અને સાચા પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244)

Shah Jina