દુલ્હનની જેમ સજી, કરી સિંદુરદાનની રસ્મ અને…મહિલા પ્રોફેસરે ક્લાસરૂમમાં કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન? ઘટના સામે આવ્યા બાદ મચી બવાલ

મહિલા પ્રોફેસરે ક્લાસમાં વિદ્યાર્થી સાથે કર્યા લગ્ન, બોલી- બધુ નાટક હતુ, બદનામ કરવા માટે વીડિયો લીક કર્યો- યુનિવર્સિટીએ ફોર્સ લીવ પર મોકલી

પશ્ચિમ બંગાળની એક સરકારી યુનિવર્સિટીના ક્લાસમાં એક મહિલા પ્રોફેસરે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો હતો, જેના પગલે બુધવારે તપાસનો આદેશ આપવામાં આવ્યો. જો કે, પ્રોફેસરે દાવો કર્યો હતો કે તે એક નાટક હતું જે તેમના વિષયના અભ્યાસનો ભાગ હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના નાદિયા જિલ્લાના હરિંગહાટામાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (MAKAUT) ના મનોવિજ્ઞાન વિભાગમાં બની હતી. દુલ્હનની જેમ સજેલી મહિલા પ્રોફેસર અને ફર્સ્ટ યરનો વિદ્યાર્થી વર્ગમાં સિંદૂર દાન અને જયમાલા સહિત વિવિધ બંગાળી લગ્ન વિધિઓ કરતા જોઈ શકાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો હતો, જેના પગલે યુનિવર્સિટીએ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી અને પ્રોફેસર પાસેથી ખુલાસો માંગ્યો. તેમણે કહ્યું કે પ્રોફેસરે યુનિવર્સિટીના અધિકારીઓને કહ્યું કે તે એક ‘સાયકો-ડ્રામા’ છે જે તેમના વિષયના અભ્યાસનો એક ભાગ હતો અને તેમાં કોઈ સત્ય નથી.

પ્રોફેસરે દાવો કર્યો હતો કે આ વીડિયો ફક્ત વિભાગ માટે જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તે મનોવિજ્ઞાન વિભાગની છબી ખરાબ કરવા માટે લીક કરાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રોફેસરને રજા પર જવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અન્ય વિભાગોના ત્રણ મહિલા ફેકલ્ટી સભ્યોની બનેલી સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે.

MAKAUT ના કાર્યકારી કુલપતિ તાપસ ચક્રવર્તીએ કહ્યું, ‘પ્રોફેસરે સ્પષ્ટતા કરી છે કે આ તેમના વિષયના અભ્યાસનો એક ભાગ હતો.’ આ વિડિઓ બાહ્ય પ્રસારણ માટે નહોતો.

Shah Jina