જ્યારે ખાટુ શ્યામ પહોંચી આ રશિયન ગર્લ, રીલ શેર કરી જણાવ્યો એક્સપીરિયંસ- વીડિયો થઇ રહ્યો છે વાયરલ
આસ્થા એક એવી ભાવના છે જે ન તો સીમાઓ જુએ છે કે ન તો સંસ્કૃતિ. આસ્થાની ડોર કોઈની સાથે જોડાય ત્યારે માથું આપો આપ ઝૂકી જાય છે. તાજેતરમાં, આવું જ સમર્પણ બાબા ખાટુ શ્યામ મંદિરમાં જોવા મળ્યું. એક રશિયન ગર્લ ખાટુ શ્યામ મંદિર પહોંચી હતી, આ રશિયન ગર્લ બીજું કોઇ નહિ પણ યુટ્યુબર કોકો છે. તેની YouTube પર એક ચેનલ છે, જેનું નામ છે KOKO IN INDIA.
તે ભારતના ઘણા સ્થળોની શોધખોળ કરતી રહે છે અને તેના પરિપ્રેક્ષ્યથી વિશ્વને ભારત બતાવતી રહે છે. તે એકવાર એક ઘટનાને કારણે ચર્ચામાં આવી હતી જ્યારે દિલ્હીમાં ફરતી વખતે કેટલાક છોકરાઓએ તેની સાથે છેડતી કરી હતી. કોકો તેના વીડિયોમાં જણાવે છે કે તેણે ખાટુ શ્યામ મંદિર જવાનું નક્કી કર્યું હતું. તેણે દિલ્હીથી જયપુર જવા માટે ઉબેર બુક કરાવી.
વીડિયોમાં પોતાનો અનુભવ શેર કરતી વખતે તે કહે છે કે ખાટુ શ્યામ મંદિર પહોંચ્યા બાદ હું સકારાત્મક અનુભવ કરી રહી છું. સોમવાર હતો એટલે બહુ ભીડ નહોતી. હું ખાટુ શ્યામ મંદિર પહોંચી અને ત્યાં ગુલાબ ચડાવ્યું. જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે આ રશિયન યુટ્યુબર ખાટુ શ્યામ મંદિરમાં ગઇ હોય. આ પહેલા પણ તે ખાટુ શ્યામ મંદિરે ગઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ પહેલા તેણે મંદિરમાં જઈને મન્નત માગી હતી.
તે વિડિયોમાં તેણે કહ્યું હતું કે તેણે બાબા શ્યામને વચન આપ્યું હતું કે જો મારી યુટ્યુબ ચેનલ સારી ચાલશે તો હું ફરીથી અહીં આવીશ. તે પછી મારો બ્લોગ લોકપ્રિય થયો અને તે વિડિયોને આઠ લાખથી વધુ વ્યુઝ મળ્યા. તેણે વધુમાં કહ્યું કે આ કોઈ સંયોગ નથી, પરંતુ આ ખાટુ શ્યામ બાબાની કૃપા છે, સોશિયલ મીડિયા પર કોકોની આસ્થાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં આ રીતે ડૂબી જવું અને મંદિરમાં જઈને આવી ભક્તિ બતાવી એ બધાનું દિલ જીતી રહ્યું છે.
View this post on Instagram