લોકો પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે, પછી ભલે તે ઓફિસમાં લાંબા કલાકો સુધી કામ કરવાનું હોય કે પછી દિવસ-રાત કામ કરીને વ્યવસાય વધારવાનું હોય. જો કે, કેટલાક લોકો સરળ રીતે પૈસા કમાવવા માંગે છે અને ઘણીવાર ખજાનાની શોધમાં રોકાયેલા હોય છે. આવો જ એક કિસ્સો હાલ વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો, જેમાં એક વ્યક્તિ જૂના અને ઉજ્જડ ઘરમાં મેટલ ડિટેક્ટર વડે ખજાનો શોધે છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિના ડરતા ડરતા એ ઘરમાં ઘૂસે છે જેના દરવાજા તૂટેલા છે. તેના હાથમાં મેટલ ડિટેક્ટર મશીન છે, અને એક શ્વાન પણ તેની પાછળ આવે છે. તે મેટલ ડિટેક્ટરથી દિવાલો સ્કેન કરે છે. અચાનક પિલર પાસે એક મશીન અવાજ કરવાનું શરૂ કરે છે. તે માણસ ત્યાં ક્રોસનું નિશાન બનાવે છે અને દિવાલ તોડવાનું શરૂ કરે છે. દિવાલ તૂટતાની સાથે જ તેમાંથી એક જૂનો છુપાયેલો ખજાનો બહાર આવે છે, જેમાં ઘણા પૈસા છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જેક ચાર્લ્સ (@jackcharlesefaisca) દ્વારા શેર કરવામાં આવ્યો છે, અને તેનું કેપ્શન છે, ‘તેને દિવાલના બોક્સની અંદર એક અમૂલ્ય ખજાનો મળ્યો.’ આ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને એવું લાગે છે કે જાણે તે વ્યક્તિને એક જ વારમાં ખજાનો મળી ગયો હોય. જો કે, આ વીડિયો અસલી છે કે નકલી તેની પુષ્ટિ થઈ નથી, કારણ કે તેને શેર કરનાર વ્યક્તિએ પોતાને એક કલાકાર ગણાવ્યો છે. તેથી, શક્ય છે કે આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો હોય.
View this post on Instagram