25મી વેડિંગ એનિવર્સરી પર પતિએ કર્યો ‘યે લડકા હાય અલ્લાહ’ પર શાનદાર ડાંસ- ક્યુટ કેમેસ્ટ્રીના ફેન થયા લોકો- જુઓ વીડિયો
એક પતિએ 25મી વેડિંગ એનિવર્સરી પર ઉજવણી દરમિયાન મહેમાનો અને તેની પત્નીને આશ્ચર્યચકિત કરી દીધા, અને સોશિયલ મીડિયા યુઝર્સના પણ દિલ જીતી લીધા. સેલિબ્રેશન દરમિયાન તેમણે બોલિવૂડના એક ગીત પર જોરદાર ડાન્સ કર્યો, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો. તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ના ગીત ‘યે લડકા હાય અલ્લાહ’ પર સુંદર ડાન્સ કર્યો હતો.
લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે ભેગા થયેલા ઘણા મહેમાનો વચ્ચે પતિએ તેની પત્ની તરફ જોતા આ ગીત પર ડાંસ કર્યો હતો. શરૂઆતમાં થોડો ખચકાટ અનુભવતો પતિ અંત સુધીમાં તો પોતાના ડાસમાં સંપૂર્ણપણે ડૂબી ગયો અને ફિલ્મના દ્રશ્યનું પુનરાવર્તન કરતો જોવા મળ્યો.
આ વીડિયો sakshi__bisht1 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોના બે પાર્ટ છે. પહેલા ભાગને 19 લાખથી વધુ લોકોએ જોયો છે, જ્યારે બીજા ભાગને ત્રણ લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પતિના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો શેર કરતી વખતે ટેક્સ્ટ કેપ્શનમાં લખ્યું છે – ‘જો 25 વર્ષ પછી આપણે પણ આવા જ હોઇશું તો મારી હા છે.’ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું- અંકલજી તો રિયલ પુકી નીકળ્યા. બીજા એક યુઝરે લખ્યું- આ જોઈને ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયુ. અન્ય એકે લખ્યું- આ જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.
View this post on Instagram