દમ હૈ તો રોક કે દિખા, ફાયર નહિ, વાઇલ્ડ ફાયર હૈ મેં…અલ્લુ અર્જુનના ડુપ્લીકેટને જોઇ પોલિસવાળા પણ હસી પડ્યા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ જ્યારે અલ્લુ અર્જુનના એક ચાહકે પોતાના અભિનયથી બધાનું ધ્યાન ખેંચ્યું. આ ઘટના પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરવા જતા એક યુવક સાથે થઇ, જ્યારે તે સર્કલ ઓફિસર સિરાથુ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં ફિલ્મ પુષ્પા 2ના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની શૈલીમાં અભિનય કરતો જોવા મળ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાની વચ્ચે ઊભો છે અને અલ્લુ અર્જુનના પ્રખ્યાત ડાયલોગ્સ તેમજ બોડી લેંગ્વેજને બરાબર અપનાવીને અભિનય કરી રહ્યો છે. તેનો અભિનય એટલો પ્રભાવશાળી હતો કે સ્થળ પર ઉભેલા પોલીસકર્મીઓ અને સર્કલ ઓફિસર સિરાથુ પણ હસવાનું રોકી શક્યા નહીં. યુવકે ફિલ્મના લુક અને ડાયલોગ્સની સંપૂર્ણ સમર્પણ સાથે નકલ કરી, જેના કારણે તેનો અભિનય ફિલ્મના સીન જેવો લાગતો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે અલ્લુ અર્જુનના ચાહકના અભિનયને શાનદાર ગણાવ્યો, જ્યારે કેટલાકે તેને રમુજી ગણાવ્યો. આ વીડિયો X પર @santlalmaurya55 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.
#कौशांबी राष्ट्रीय राजमार्ग पर पुष्पा _2 फिल्म के एक्टर अल्लू अर्जुन के फैन ने दिखाई एक्टिंग,प्रयागराज कुंभ में स्नान करने जा रहे फैन की एक्टिंग वायरल,सर्किल आफिसर सिराथू और पुलिस कर्मियों की मौजूदगी में दिखाई एक्टिंग ।वीडियो वायरल@telugufilmnagar @FilmiFever pic.twitter.com/tG8B5TCTTl
— संतलाल मौर्य journalist (@santlalmaurya55) February 5, 2025