મંડપમાં દુલ્હો બન્યો પંડિત, વૈદિક મંત્ર બોલી કર્યા લગ્ન, જોઇ બધા રહી ગયા હેરાન- વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ કંઈક નવું અને અનોખું જોવા મળે છે. લોકો એવા વીડિયો પોસ્ટ કરે છે જે ઘણીવાર આપણને આશ્ચર્યચકિત કરે તો ઘણીવાર પેટ પકડી હસાવે. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો, તો તમે એવા ઘણા વીડિયો જોયા હશે જે તમને ચોંકાવી દે.
હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, રામપુર મણિહરનના વિવેક કુમારના લગ્નની જાન હરિદ્વાર પહોંચી, જ્યાં તેણે લગ્નમાં બધાને ચોંકાવી દીધા. વરરાજા વિવેકે પોતે વૈદિક મંત્રો બોલવાનું નક્કી કર્યું. આ ખાસ ક્ષણનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિવેક પૂરા આત્મવિશ્વાસ સાથે લગ્નની વિધિઓ કરતો જોવા મળે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
મીડિયા અનુસાર, વિવેક કુમારે જણાવ્યું કે તેણે ધીમે ધીમે વૈદિક મંત્રો શીખી લીધા અને પોતાના જ્ઞાન પર વિશ્વાસ કરીને, તેણે લગ્નની બધી વિધિઓ જાતે જ કરી. વરરાજાનું આ અનોખુ પગલું હવે ચર્ચાનો વિષય બની ગયુ છે. લોકો તેની પહેલની પ્રશંસા કરી રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
Groom Becomes Priest: #Saharanpur Man Conducts His Own Wedding Rituals pic.twitter.com/keHAABXD77
— Genzdigest (@Genzofficia_l) January 25, 2025