જાન આગળ જતી રહી, દુલ્હો પાછળ ટ્રાફિકમાં ફસાઇ ગયો…ઇન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો
લગ્નની સિઝન ચાલી રહી છે, અને લગ્ન સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જો કે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ, આટલી ઉતાવળ શું હતી ! લગ્ન હતા, કોઈ ઓફિસ નહીં જ્યાં બાયોમેટ્રિક હાજરી ન હોવા પર પગાર કાપવામાં આવે છે. એક વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક વરરાજા પોતાના જ લગ્નની જાનમાં પાછળ રહી ગયો હતો અને તેને પગપાળા દોડવું પડ્યું. કારણ હતું ભારે ટ્રાફિક જામ…જ્યાં લગ્નની જાન આગળ વધી પણ બિચારો વરરાજા પાછળ રહી ગયો. ઇન્સ્ટાગ્રામ યુઝર Shaurya Dawar દ્વારા આ રમુજી વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ શાહી કપડામાં વરરાજા ટ્રાફિક જામમાં ફસાયેલો જોવા મળે છે. આ દરમિયાન લગ્નની જાન આગળ વધી ગઈ છે, અને બિચારો વરરાજા પગપાળા દોડી રહ્યો છે. આ દ્રશ્ય લોકોને પેટ પકડી હસાવવા મજબૂર કરી રહ્યું છે.
View this post on Instagram