ભરૂચ : સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, એકની ધરપકડ- બે ફરાર

લે બોલો…ગુજરાતમાં અહીં બંગલામાં ચાલતો હતો હવસનો ધંધો! જોતા શરમ આવી જશે, જુઓ

ગુજરાતમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધાનો પર્દાફાશ થયો છે, ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ એશ્વર્યા બંગ્લોઝ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્પા અને મસાજની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. એ ડિવિઝન પોલીસે ગોલ્ડન ફેમિલી સ્પામાં દરોડો પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી.

દુકાન નંબર 110માં સ્પા અને મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમીની ખરાઇ કરવા પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો. આ પછી સ્પાની આડમાં દેહવેપાર ચાલતો હોવાનું સામે આવ્યું. પોલીસે દરોડા દરમિયાન વાસુદેવની ધરપકડ કરી છે. જ્યારે સ્પાના સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે. રીપોર્ટ અનુસાર, આ રેકેટ લાંબા સમયથી ચાલતું હતું અને સ્પા તથા મસાજની આડમાં યુવતીઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો.

Previous Article

BREAKING: એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, ખેતરમાં પડતા જ લાગી આગ- 2 પાયલટનો આબાદ બચાવ

Next Article

જાન આગળ નીકળી ગઈ! ટ્રાફિકમાં ફસાયો વરરાજો, શેરવાની પહેરી દોડવા લાગ્યો- વીડિયો થયો વાયરલ

error: Protected Content!