BREAKING: એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, ખેતરમાં પડતા જ લાગી આગ- 2 પાયલટનો આબાદ બચાવ

મધ્યપ્રદેશના શિવપુરીના બહરેટા સાની ગામ પાસે એરફોર્સનું ટૂ સીટર ફાઇટર પ્લેન મિરાજ-2000 ક્રેશ થઇ ગયું. આ અકસ્માત બપોરે 2.40 વાગ્યાની આસપાસ થયો હતો. વિમાનમાં બે પાયલોટ હતા. અકસ્માત પહેલા બંને પાઇલટ્સે પોતાને ઇજેક્ટ કરી લીધી હતા, એટલે કે તેઓ બહાર નીકળી ગયા હતા. બંને સુરક્ષિત છે.

એક પાયલોટનો ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તે કોઈની સાથે મોબાઈલ પર વાત કરતો જોવા મળે છે. ઘટનાની માહિતી મળતા જ વાયુસેનાની ટીમ હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બંને પાઇલટને ગ્વાલિયર લઈ ગઈ.એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ વિમાનોએ ગ્વાલિયરથી નિયમિત તાલીમ ઉડાન ભરી હતી.

આમાંથી બે વિમાનો સુરક્ષિત રીતે પાછા ફર્યા. વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતનું પ્રારંભિક કારણ સિસ્ટમમાં ખામી હતી. એડિશનલ એસપીએ જણાવ્યું કે ગામલોકોએ બપોરે લગભગ 2.30 વાગ્યે વિમાન દુર્ઘટનાની જાણ કરી હતી. આ વિમાન ગ્વાલિયર વાયુસેનાનું છે અને તેમાં બે પાઇલટ હતા, જે બંનેને સામાન્ય ઇજાઓ થઈ છે.

આ અકસ્માતમાં કોઈ ગ્રામજનોને ઈજા થઈ નથી. ઘાયલ પાઇલટ્સને હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયર લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ વિમાનના પાઇલટે તેમના વરિષ્ઠ અધિકારીઓને મોબાઇલ ફોન દ્વારા ઘટના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતુ- જોશી, જાધવ બોલી રહ્યો છુ…

વધુમાં તેણે કહ્યુ- વેસ્ટમાં હું ઇજેક્ટ થયો છું, જ્યાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં હું છું, સરળતાથી જોઈ શકો છો. ભોલા સર મારી સાથે હતા. કૃપા કરીને ઝડપથી મદદ મોકલો. પાયલટ જાધવે પોતાનું લોકેશન જણાવ્યું. તેમણે કહ્યું – એરક્રાફ્ટ બળી રહ્યુ છે, ઉપરથી દેખાઇ જશે.

આ દરમિયાન તેમણે ગામલોકોને ચૂપ રહેવા પણ કહ્યું. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – ભારતીય વાયુસેનાનું મિરાજ 2000 વિમાન આજે શિવપુરી (ગ્વાલિયર) નજીક નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સિસ્ટમમાં ખામીને કારણે ક્રેશ થયું. બંને પાઇલટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. ભારતીય વાયુસેના દ્વારા અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.મિરાજ-2000 ફાઇટર પ્લેને 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક સહિત અનેક કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!