કબ્રસ્તાન બહાર ટેસ્લાના કેમેરાએ પકડી પાડ્યુ ભૂત? સગી આંખે જોયુ તો ખાલી હતો રોડ, ભૂત ડિટેકટ થયું એ દાવા કર્યાનો વિડીયો વાયરલ (ગુજ્જુ રોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું)
ટેસ્લાની ફ્યુચરિસ્ટિક ગાડી ‘સાયબર ટ્રક’ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવી રહી છે, અને ટેસ્લાના ફેન્સ દીવાના થઇ રહ્યા છે. માત્ર ઇન્ટરનેશનલ સ્તરે જ નહીં, પરંતુ ભારતમાં પણ લોકો ટેસ્લાના આ નવા ઇનોવેશનની પ્રશંસા કરી રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર એક ડરામણો અને રહસ્યમય વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુઝરે દાવો કર્યો છે કે જ્યારે તે પોતાની ‘સાયબર ટ્રક’ને કબ્રસ્તાનમાં લઈ ગયો, ત્યારે ભૂતિયા આકૃતિઓ મળી.
આ વીડિયો ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યો છે અને લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે “હું મારી ટેસ્લા સાઇબર ટ્રકને એક જૂના કબ્રસ્તાનમાં ફરાવવા લઇ ગયો, માત્ર માહોલનો અહેસાસ કરાવવા માટે. પણ મને અંદાજો નહોતો કે આ મારી જિંદગીની સૌથી ડરામણી ડ્રાઇવ બનશે. મેં કબરો પાસે કાર પાર્ક કરતાની સાથે જ ટેસ્લાના કેમેરાએ કેટલીક… આકૃતિઓ કેદ કરવાનું શરૂ કરી દીધું.
શરૂઆતમાં મને લાગ્યું કે તે કોઈ ભૂલ છે, પરંતુ તે આકૃતિઓ સતત ફરતી હતી, અને એવું લાગતું હતું કે તેઓ મારી સામે જોઈ રહ્યા છે. કહેવાની જરૂર નથી કે હું ત્યાં લાંબા સમય સુધી રોકાયો નહીં. ‘સાયબર ટ્રક’ ની ટેકનોલોજી અદ્ભુત છે … પણ કદાચ મારા માટે જરૂર કરતા વધારે સારી. શું તમે તેને અજમાવવાની હિંમત કરશો ?” જ્યારથી આ વીડિયો પોસ્ટ થયો છે, ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે, અને તેને મોટી સંખ્યામાં લાઈક્સ, વ્યૂઝ અને કોમેન્ટ્સ મળી રહ્યા છે.
આ ફૂટેજ વિશે ઇન્ટરનેટ પર વિવિધ સિદ્ધાંતો સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, “GPS જાણે છે કે તમે કબ્રસ્તાનમાં છો. તે એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે કે જ્યારે લોકો કબ્રસ્તાન પાસેથી પસાર થાય છે, ત્યારે કારની આસપાસ ભૂત દેખાય છે. આ ફક્ત કોઈ પ્રોગ્રામરની મજા છે!” બીજાએ લખ્યુ, “કાશ તમે હોર્ન વગાડ્યો હોત, અમે જોઇ શકતા કે તેઓ ડરી ગયા કે નહીં!” (ગુજ્જુ રોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું, જોતા તો એમ લાગે છે કે આ કોઈ ટેક્નિકલ ખામી હોય.)
View this post on Instagram