રીલબાજીના ચક્કરમાં માતાએ ખતરામાં નાખ્યો બાળકનો જીવ, વીડિયો જોતા જ ઇન્ટરનેટની જનતાએ સંભળાવી ખરી-ખોટી

માતાએ પોતાના બાળક સાથે કરી ખૌફનાક હરકત, એક નાની ભૂલ પર થઇ જતુ મોત, પણ…

સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવા માટે વિચિત્ર સ્ટંટ અને ખતરનાક વીડિયો અપલોડ કરવાનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પોતાના નાના બાળકને છતની ધાર પર ઉભુ રાખે છે. વીડિયોમાં મહિલા એક હાથે બાળકને પકડેલી દેખાય છે, જ્યારે એક હાથમાં ફોન છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર અને કન્ટેન્ટ ક્રિએટર વર્ષા યાદવંશીએ પોતાના એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, “સૌને શુભ સવાર. હું એક બહાદુર બાળક છું જે મારી સુંદર માતા સાથે દુનિયાની શોધખોળ કરી રહ્યો છું અને વિટામિન ડી મેળવી રહ્યો છું.” વીડિયોમાં બાળક છતની ધાર પર ખતરનાક રીતે બેઠેલું જોવા મળે છે અને પછી કેમેરા નમેલો દેખાય છે, જે દર્શાવે છે કે બાળક ખૂબ જ ઊંચાઈ પર બેઠું છે અને આ તેના જીવન માટે જોખમી છે.

આ વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ઘણા લોકોએ બાળકની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી, જ્યારે કેટલાક લોકોએ આ માટે મહિલાની ટીકા કરી. એક યુઝરે કહ્યું, “તમે બચી ગયા કારણ કે આ ભારત છે. જો આ યુકે કે યુએસ હોત, તો બાળ સેવાઓ આવીને તમારા બાળકને લઈ ગઈ હોત.” બીજા યુઝરે લખ્યું, “આ ખૂબ જોખમી છે, આવું ન કરો.” કેટલાક લોકોએ માતાની ટીકા કરી અને લખ્યું કે માતા ક્યારેય પોતાના બાળકને જોખમમાં નથી મૂકતી.

Shah Jina