₹150000 મહિનાના, રોજનો 5 હજારનો પ્રોફિટ ! મહાકુંભમાં ચા વેચવાવાળા યુવકે કર્યો બંપર કમાણીનો દાવો
પ્રયાગરાજ મહાકુંભ 2025માં ભક્તોનો ધસારો ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરરોજ લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા સંગમ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા હોવાથી મેળાના વહીવટીતંત્રને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, મેળા વિસ્તારમાં ચા, પાણી, માળા અને અન્ય વસ્તુઓ વેચનારાઓ ભારે નફો કમાઈ રહ્યા છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચા અને પાણી વેચતા યુવકે દાવો કર્યો કે તેણે એક દિવસમાં 5000 રૂપિયાનો નફો કર્યો.
તેના દાવા બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર શુભમ પ્રજાપતિ નામના એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ પોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે શુભમ પ્રજાપત જાણવા માંગે છે કે કુંભ મેળામાં ચા વેચીને તે એક દિવસમાં કેટલા પૈસા કમાઈ શકે છે. તે પોસ્ટમાં લખ્યું હતું – કુંભ મેળામાં ચા વેચતા.વીડિયોમાં, શુભમ એક સ્ટોલ પર ચા અને પાણી વેચતો જોવા મળે છે.
શુભમના કહેવા મુજબ તેણે સવારથી જ ચા બનાવવાનું શરૂ કરી દીધું હતું. સવારથી જ લોકો તેના ચાના સ્ટોલ પર ચા પીવા આવવા લાગ્યા. તે તેમને ચા 10 રૂપિયામાં વેચી રહ્યો હતો. આ પછી તેણે ચા એક મોટા જગમાં ચા ભરી અને કુંભ મેળામાં વેચવા ગયો. બપોરે 2 વાગ્યાની આસપાસ, ચા પીનારાઓની સંખ્યા ઓછી થઈ ગઈ અને તેને આરામ કરવાનો સમય મળ્યો. શુભમે જણાવ્યું કે બપોરે થોડો આરામ કર્યા પછી, તેણે ફરીથી ચા બનાવી અને સાંજે મેળામાં ચા વેચવા ગયો. ચાની સાથે તે પાણીની બોટલો પણ લઇ ગયો.
આ રીતે રાત સુધી ચા અને પાણી વેચીને તેણે 7 હજાર રૂપિયા કમાયા હતા. શુભમનો દાવો છે કે તેણે 5000 રૂપિયાનો નફો કર્યો. સોશિયલ મીડિયા પર લોકો શુભમના બિઝનેસ પ્લાનની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિએ આખા મહિનાની કમાણી પણ કાઉન્ટ કરી લીધી. તેણે કહ્યુ- 1 દિવસમાં 5000 રૂપિયા અને 30 દિવસમાં 1,50,000 રૂપિયા.
View this post on Instagram