સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે લોકો શું-શું નથી કરતા. પબ્લિસીટીની ભૂખની બીમારીની કોઇ સારવાર નથી હોતી. ફેમસ થવા માટે આજકાલ લોકો એવું એવું કરે છે કે આપણે પણ શોક્ડ રહી જઇએ. કેટલાક એવા લોકો પણ છે જેઓ સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બની ગયા છે.
આ સાથે જ કેટલાક લોકોની સોશિયલ મીડિયાની પોલ પણ સામે આવી છે. છેલ્લા કેટલાય સમયથી એક માતા તેના પુત્ર સાથેના રોમેન્ટિક વીડિયોને લઇને ઘણી ચર્ચામાં છે. માતા-પુત્રનો સંબંધ આ દુનિયામાં સૌથી ખાસ, પવિત્ર અને સન્માનજનક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે આ સંબંધને બદનામ કરવામાં લાગેલા રહે છે.
એક માતા-પુત્રના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ મહિલા પોતાને સંતૂર મોમ કહે છે. પરંતુ તેમના વીડિયો ઘણા લોકોને એટલા ખરાબ લાગે છે કે લોકો તેને જોઈને ભડકી જાય છે. તાજેતરમાં મહિલાએ એક બીજો વીડિયો પુત્ર સાથે બનાવ્યો, જેમાં બંને સાથે રોમેન્ટિક અંદાજમાં ફરતા દેખાય છે. આ જોઈને લોકો એટલા ભડકી જાય છે કે ધરપકડની માંગ સુધી કરવા લાગે છે.
ઈન્સ્ટાગ્રામ યુઝર રચના (@santoormomrachna)ને 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેમના વીડિયો ખૂબ વાયરલ થાય છે. પરંતુ કમેન્ટમાં બધા તેમને ખૂબ ટ્રોલ કરે છે અને શાયદ જ કોઈ એવું હોય છે, જે તેમના વીડિયો પર તેમની પ્રશંસા કરતું હોય. આ વીડિયોમાં તે તેમના પુત્ર સાથે જ મોટાભાગે જોવા મળે છે. બંનેને જોઈને લોકો પ્રેમી-પ્રેમિકા સમજી લે છે.
મહિલાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ફોટો પોસ્ટ કરી છે, જે જોઈને સમજાય છે કે તેમના લગ્ન ખૂબ નાની ઉંમરમાં થઈ ગયા હતા. આ કારણે આજે પણ તેઓ વૃદ્ધ નથી લાગતા. તાજેતરમાં તેમણે પતિ સાથે એક ફોટો પોસ્ટ કરી, જેમાં તેમણે લગ્નની 17મી વર્ષગાંઠની શુભેચ્છાઓ આપી. જે વીડિયોની અમે વાત કરી રહ્યા છીએ, તેમાં બંને રસ્તા પર ફરી રહ્યા છે અને રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કરી રહ્યા છે.
આ વીડિયોને 51 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ કહ્યું કે માતા-પુત્રના સંબંધને બદનામ ન કરો. જ્યારે ઘણા લોકોએ તેમની ધરપકડની માંગ કરી. એક વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું કે આવી માતા હોવા કરતાં ન હોય તે સારું! તમારો આ લોકો વિશે શું અભિપ્રાય છે?
View this post on Instagram