મહાકુંભમાં માળા વેચવા આવેલી છોકરી મોનાલિસા હવે સ્ટાર બની ગઈ છે. તેની સુંદરતાને કારણે તે બોલિવૂડની નવી દીવા બનવા જઈ રહી છે. મોનાલિસાના ફોટા અને વીડિયો વાયરલ થયા પછી તેને બોલિવૂડમાંથી એક ફિલ્મની ઓફર મળી. દિગ્દર્શક સનોજ મિશ્રા પોતે મોનાલિસાના ગામ ગયા અને તેને ફિલ્મની ઓફર કરી.
હવે મોનાલિસા પોતાના સપના પૂરા કરવા મુંબઈ પહોંચી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે. વીડિયોમાં તે પોતાના ચાહકો સાથે પોતાના વિશેની નવીનતમ માહિતી શેર કરતી રહે છે. મોનાલિસા મુંબઈ પહોંચી ગઈ છે અને તેની એક્ટિંગ ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે. ટ્રેનિંગ પૂર્ણ થતાં જ તે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
આ દરમિયાન મોનાલિસાની ઘણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જોઇને એવું લાગે કે ગ્લેમર તેના પર કબજો જમાવી રહ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે મોનાલિસાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. મોનાલિસા પાસે મોટી ફેન ફોલોઇંગ છે. લોકો તેના ફોટા અને વીડિયો લેવા માટે ઉત્સુક રહેતા હોય છે.
આ ભીડ જોઈને લોકો સલમાન અને શાહરૂખની ફેન ફોલોઈંગને યાદ કરી રહ્યા છે. તેની એક ઝલક જોવા માટે ચાહકોની ભીડ એકઠી થઇ રહી છે. જણાવી દઈએ કે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાની ડેબ્યૂ ફિલ્મનું નામ ‘ડાયરી ઓફ મણિપુર’ છે. અભિનેત્રી બનતા પહેલા મોનાલિસાએ મેકઓવર કરાવ્યું છે અને તે તેના નવા લુકમાં વધુ સુંદર દેખાઈ રહી છે.
View this post on Instagram