વધુ એક ગુજરાતી લોકગાયકે ખરીદી લક્ઝુરિયસ ચમચમાતી કાર, દીકરીઓએ કર્યા કારના વધામણા; જુઓ ધમાકેદાર વીડિયો

ગુજરાતની અંદર ગુજરાતી ગાયકોની બોલબાલા છે. ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો છે, જેમણે પોતાની મહેનતથી પોતાનું આગવું નામ બનાવ્યું છે. ત્યારે આ કલાકારો ચાહકો વચ્ચે પણ તેમની ગાયિકી અને તેમના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામા રહેતા હોય છે. ગુજરાતી લોક ગાયક અને કલાકાર જીગ્નેશ બારોટ કે જેમને લોકો જીગ્નેશ કવિરાજ તરીકે ઓળખે છે, તેમણે પોતાની મહેનત અને લગનથી ગુજરાતમાં એક આગવું નામ બનાવ્યુ છે.

જીગ્નેશ કવિરાજ હાલમાં એકાએક સમાચારોમાં આવી ગયા, જેનું કારણે તેમણે ખરીદેલી નવી કાર છે, જેની તસવીરો તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કવિરાજે એક વીડિયો પણ શેર કર્યો છે. તસવીરો અને વીડિયો શેર કરતા કવિરાજે કેપ્શનમાં લખ્યુ- આજ રોજ હિંગળાજ માતાજી અને જડીયાવીર દાદા ની અસીમ કૃપા થી ખોડિયાર જયંતી ના પાવન દિવસે નવી ક્રેટા ગાડી લીધી.

જણાવી દઇએ કે જીગ્નેશ બારોટે ક્રેટા કાર ખરીદી છે. તેઓએ તેમના પરિવાર સાથે કારની ડિલીવરી લીધી હતી, અને દીકરીઓ સાથે કારના વધામણાં પણ કરાવ્યા હતા. જણાવી દઇએ કે,ગાયિકીની દુનિયામાં પોતાનું એક આગવું નામ ધરાવનારા લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ તેમના સુમધુર અવાજના કારણે ગુજરાતના દરેક ગામે ગામ અને દરેક ઘરમાં એક આગવું નામ ધરાવે છે.

તેમનું ગીત રીલિઝ થવાની સાથે જ સુપરહિટ બની જાય છે, તેમના ગીતોનો એક મોટો ચાહક વર્ગ છે.જીગ્નેશ કવિરાજના ગીતોની પણ લોકો કાગડોળે રાહ જોતા હોય છે, ત્યારે તેમના ચાહકો તેમના જીવન સાથે જોડાયેલી બાબતો ઉપર પણ નજર રાખતા હોય છે એન તેમના જીવન વિશે વધુ જાણવા પણ માંગતા હોય છે.

3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણાના ખેરાલુ ગામમાં જન્મેલા જીગ્નેશ બારોટ એટલે કે જીગ્નેશ કવિરાજના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. તેમને પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો. જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કર્યો છે પણ તેમણે પોતાની કળા થકી ખૂબ જ નામ કમાવ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Jignesh Barot (@jigneshbarotofficial)

Shah Jina