મહાશિવરાત્રિ પર મિલન- કિંજલ દવે, મલ્હાર ઠાકર-પૂજા જોશી પાર્થિવ ગોહિલ સાથે બૉલીવુડ અભિનેતા વિજય વર્મા આદિયોગીની છત્રછાયામાં સંગમ

કિંજલ દવે, પાર્થિવ ગોહિલ અને મલ્હાર ઠાકર-પૂજા જોશીની આધ્યાત્મિક યાત્રા, ત્રણ અદ્ભુત કલાકારોનું અણધાર્યું મિલન

મહાશિવરાત્રિના પાવન પર્વ પર કોઈમ્બતુરમાં આદિયોગી શિવજીની સૌથી ઊંચી પ્રતિમા ખાતે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પૂજા જોશી અને બોલિવુડના ચાર્મિંગ એક્ટર ‘વિજય વર્મા’ એમ ત્રણ અદ્ભુત કલાકારોનું સદગુરુના આદિયોગીમાં મિલન થયુ. મલ્હાર-પૂજા અને વિજય વર્માની આ સ્પિરિચ્યુઅલ યાત્રાની ખુબસુરત તસવીરો સામે આવી છે.

આ ઉપરાંત ગુજરાતના બેસ્ટ સિંગર અને એક્ટર્સ ઈશા ફાઉન્ડેશનની પવિત્ર ભૂમિ પર એકત્ર થયા હતા. જેમાં કિંજલ દવે, પાર્થિવ ગોહિલ, પૂજા જોશી અને મલ્હાર ઠાકર પણ સામેલ છે. આ બધાની ઈશા ફાઉન્ડેશનમાં એક યાદગાર સફર રહી. શિવરાત્રિના પાવન પર્વ પર ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ચાર સિતારાઓ આદિયોગીની છત્રછાયામાં એકઠા થયા હતા.

મલ્હાર, પૂજા અને વિજય વર્માનો તસવીરોમાં અલગ અંદાજ જોવા મળ્યો હતો, ત્રણેયની ઘણી તસવીરો સામે આવી છે. આ ઉપરાંત એક તસવીરમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ અને સિંગર્સ એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા. આ તસવીરમાં કિંજલ દવે, પાર્થિવ ગોહિલ, મલ્હાર ઠાકર અને પૂજા જોશી પોઝ આપતા જોવા મળે છે.

મલ્હાર ઠાકરની વાત કરીએ તો, તેની એક ફિલ્મ 14 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’. આ ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનીત કનોજિયા છે અને પ્રોડ્યુસર જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ થશે.

મલ્હાર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં જોવા મળશે, તેની સાથે દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!