શું સૈફ અલી ખાન પર હુમલો પબ્લિસિટી સ્ટંટ હતો ?, ગરદન પર પટ્ટી ને હાથમાં પાટા સાથે ઇવેન્ટમાં પહોંચ્યો
ચાકુ હુમલા બાદ પહેલીવાર ઇવેન્ટમાં બની ઠની પહોંચી સૈફ અલી ખાન, ડેનિમ શર્ટ…મૂંછ અને શોર્ટ હેર…કિલર છે લુક
54 વર્ષીય સૈફ અલી ખાન ચાકુ હુમલા બાદ પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટ નેટફ્લિક્સની હતી જેમાં સૈફની મચઅવેઇટેડ ફિલ્મ ‘જ્વેલ થીફ’નું ટીઝર રિલીઝ થયું. આ ટીઝર રિલીઝ ઇવેન્ટમાં સૈફ કિલર લુકમાં પહોંચ્યો હતો, જે થોડીવારમાં જ વાયરલ થઈ ગયો. નેટફ્લિક્સે એક પછી એક ઘણી ફિલ્મો અને સીરીઝોની જાહેરાત કરી છે. આમાંથી એક ફિલ્મ સૈફ અલી ખાનની હતી. આ ઇવેન્ટ માટે સૈફ એ ડેનિમ લુક કેરી કર્યો હતો. સૈફનો આ લુક જોતજોતામાં જ વાયરલ થઇ ગયો.
સૈફના કાનની પાછળ એક સાઇડ બેન્ડેજ છે, જ્યારે બાથમાં ક્રેપ બેન્ડેજ બ્લેક કલરની છે. સૈફ ચહેરા પર સ્માઇલ અને નવી મૂછોવાળા લુક સાથે ખૂબ જ સુંદર દેખાતો હતો. આ ફિલ્મમાં સૈફ સાથે જયદીપ અહલાવત પણ છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ પ્રસંગે સૈફે હુમલા પછી કાર્યક્રમમાં ભાગ લેવા પર પણ પ્રતિક્રિયા આપી. સૈફે કહ્યું, ‘આ રીતે તમારા બધાની સામે આવીને મને ખૂબ આનંદ થયો.’ હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું. ‘સિદ્ધાર્થ અને હું ઘણા સમયથી આ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ.
હું હંમેશા આવી ચોરીની ફિલ્મ કરવા માંગતો હતો. આવી સ્થિતિમાં, જયદીપ કરતાં વધુ સારો સહ-કલાકાર કોણ હોઈ શકે ? મૂળભૂત રીતે આ એક શાનદાર ફિલ્મ છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું. ‘જ્વેલ થીફ’ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે ‘જ્વેલ થીફ’ના ટીઝરે ચાહકોનો ઉત્સાહ ઘણી હદ સુધી વધારી દીધો છે. ટિઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે અને લોકો હુમલાની સાથે ફિલ્મને જોડી રહ્યા છે.
એવામાં હવે સવાલ થાય છે કે શું સૈફ અલી ખાન પર હુમલો કોઈ પબ્લિસિટી સ્ટંટ હતો ? ફિલ્મનો પ્લોટ હુમલાની ઘટના સાથે મેળ ખાય છે. છરીના હુમલા પછી જ્યારે સૈફ અલી ખાન પહેલીવાર કોઈ પબ્લિક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન, એક્ટરે ગરદન પર પટ્ટી અને હાથમાં પાટો બાંધ્યો હતો.
View this post on Instagram