તારક મહેતાના જૂના ‘સોઢી’નું કમબેક ! પંજાબી સ્ટાઇલમાં થયુ સ્વાગત, મીકા સિંહે કહ્યુ- સિંઘ આર ઓલવેઝ કિંગ

ટીવીનો ફેમસ સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશાથી દર્શકોનો ફેવરેટ રહ્યો છે. આ શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરચરણ સિંહે પોતાના અભિનયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતુ. આજકાલ ગુરુચરણ આર્થિક અને સ્વાસ્થ્ય બંને રીતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ અભિનેતા ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન ગુરુચરણને બોલિવૂડના પ્રખ્યાત સિંગર મીકા સિંહે સપોર્ટ કર્યો.

અભિનેતાએ મીકા સિંહ સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેમનો આભાર માનતો જોવા મળે છે. ગુરચરણ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીકા સિંહ સાથેની સુંદર મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગુરચરણ મીકાને મળવા આવે છે અને ગાયક તેનું પંજાબી શૈલીમાં સ્વાગત કરે છે. ઢોલ વાગે છે અને ગુરુચરણ તેમજ મીકા તેના પર નાચે છે. વીડિયોમાં ગુરુચરણ મીકાનો પરિચય ચાહકો સાથે કરાવે છે.

ગુરુચરણને મળ્યા પછી મીકા પણ ખૂબ ખુશ દેખાય છે. વીડિયોમાં મીકા આગળ કહે છે, ‘વેલકમ બેક સોઢી સાહેબ, સિંઘ આર ઓલવેઝ કિંગ.’ હવે તમારો જ સમય છે. આ પછી ગુરુચરણ મીકાનો આભાર માનતો જોવા મળે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં ગુરુચરણ એક નવા પ્રોજેક્ટ પર કામ કરતો જોવા મળશે.

Shah Jina