દાંતણ, તિલક-ચાંદલો, ચુંબક…જબરદસ્ત છે કુંભના વાયરલ બિઝનેસ આઇડિયા, રોજ 4-5 હજાર કમાણી, જુઓ

2025 મહાકુંભની ઘણી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. કેટલાક વીડિયોમાં નાગા બાબા મુખ્ય હતા, કેટલાક વીડિયોમાં IITian બાબા ચર્ચામાં હતા તો કેટલાકમાં મોનાલિસા…કે જેની આંખો અને સુંદરતા પર લોકો પ્રેમમાં પડ્યા હતા. જો કે આ સિવાય કુંભમાં કેટલાક બિઝનેસ આઈડિયા સાથે જોડાયેલા વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં ઓછી મૂડી રોકાણ કરીને લાખો કમાવવાના દાવા કરવામાં આવ્યા હતા.

આ છે ઉજ્જૈનનો ગોવિંદ, જે મહાકુંભમાં રમકડાં વેચે છે. તેનો દાવો છે કે તે આ રમકડાંના વેચાણથી રોજના 3 થી 4 હજાર રૂપિયા કમાય છે.

 

View this post on Instagram

 

A post shared by Error 69 (@error69)

આ વ્યક્તિનો દાવો છે કે તે ગંગામાંથી સિક્કા કાઢીને દરરોજ 3-4 હજાર રૂપિયા કમાય છે!

 

View this post on Instagram

 

A post shared by Manoj Verma (@vlogermanojrj32)

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ તિલક લગાવીને રોજના 10 થી 20 હજાર રૂપિયા કમાવવાનો દાવો કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Traveler Ajay (@traveler.ajay)

એક વ્યક્તિના દાવાએ સોશિયલ મીડિયા પર ભારે હેડલાઈન્સ બનાવી. તેનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ 10 રૂપિયા પ્રતિ કપના ભાવે 500 કપ ચા વેચે તો તે રોજના 5000 રૂપિયા કમાઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Dipanshu Hans (@dipanshuxhans)

ભેળ વેચવાનો ધંધો પણ મહાકુંભમાં સારો દેખાવ કરી શકે છે. અહીં 20, 30 અને 50 રૂપિયાની ભેળ વેચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મહાકુંભમાં દાંતણ વેચવા વાળા આ છોકરાની કહાની ખૂબ વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડની સલાહ પર આ બિઝનેસ શરૂ કર્યો અને હવે દાવો કરી રહ્યો છે કે તેણે માત્ર દાંતણ વેચીને 40,000 રૂપિયા કમાઈ લીધા એ પણ થોડા જ દિવસમાં.

 

View this post on Instagram

 

A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244)

આવી સ્થિતિમાં જ્યારે લોકો દૂર-દૂરના રાજ્યોમાંથી પ્રવાસ કરીને પ્રયાગરાજ પહોંચશે તો સ્વાભાવિક રીતે જ તેની અસર બજારોમાં પણ જોવા મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) નો અહેવાલ પણ આ જ સૂચવે છે, જેમાં એવી અપેક્ષા છે કે મહાકુંભમાંથી રૂ. 2 લાખ કરોડનો વેપાર થશે.

Shah Jina