ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘મોક્ષ’ વાળા નિવેદન પર ભડક્યા શંકરાચાર્ય, બોલ્યા- જો તે તૈયારહોય તે તેમને ધક્કો મારી દઇએ

“ધીરેન્દ્ર શાસ્ત્રીની જેટલી ઉંમર છે એટલી તો મેં તપસ્યા…”, મમતા કુલકર્ણીએ રામભદ્રાચાર્ય પર પણ કંઇ કહ્યુ

મમતા કુલકર્ણી છેલ્લા કેટલાક દિવસોથી અનેક કારણોસર સમાચારમાં છે. અગાઉ કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થવાને કારણે, પછી અખાડાની અંદર આંતરિક તણાવને કારણે તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા. હવે તેણે આ બધાનો જવાબ આપ્યો છે. આ સાથે તેણે યોગ ગુરુ રામદેવ અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પણ વાત કરી છે. ઘણા સંતોએ મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂકનો વિરોધ કર્યો હતો. જેમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને યોગ ગુરુ બાબા રામદેવનો પણ સમાવેશ થતો હતો.

જ્યારે મમતાને પૂછવામાં આવ્યું કે રામદેવ કહી રહ્યા છે કે- ‘કોઈને પણ પકડીને મહામંડલેશ્વર બનાવી દેવાય છે’, ત્યારે તેણે કહ્યું કે, હવે હું બાબા રામદેવને શું કહું ? તેમણે મહાકાલ અને મહાકાલીથી ડરવું જોઈએ. હું તેમને તેમના પર જ છોડી દઉં છું. જ્યારે મમતાને પૂછવામાં આવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે- ‘મહામંડલેશ્વર બનવા માટે 50-50 વર્ષની તપસ્યા જરૂરી છે. હજુ સુધી હું નથી બની શક્યો, આ કેવી રીતે રીતે ગઈ ?”

આના પર મમતાએ કહ્યું, તે નૈપી (ભોલા)… ધીરેન્દ્ર શાસ્ત્રી. જેટલી તેમની ઉંમર છે-25 વર્ષ, મેં એટલી તપસ્યા કરી છે. તેમણે જેમને સિદ્ધ કરી રાખ્યા છે તે હનુમાનજી છે. આટલા વર્ષોની તપસ્યા દરમિયાન મને બે વાર તેમની સાથે દૃશ્યમાન સ્વરૂપમાં રહેવાનો મોકો મળ્યો. તેમના ગુરુ રામભદ્રાચાર્ય છે. હું ધીરેન્દ્ર શાસ્ત્રીને એટલું જ કહેવા માંગુ છું કે તેમના ગુરુ પાસે દિવ્ય દ્રષ્ટિ છે, તેમને પૂછો કે હું કોણ છું અને ચૂપચાપ બેસી જાવ. મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી નાસભાગ અને તેના કારણે થયેલા મૃત્યુ એ સંત સમુદાયને બે જૂથોમાં વહેંચી દીધો.

આ ઘટના પર બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ભાગદોડમાં મૃત્યુ પામેલા ભક્તો અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમને મોક્ષ પ્રાપ્ત થયો છે. તેમનો દલીલ એવો હતો કે સંગમમાં સ્નાન કરતી વખતે મૃત્યુ પામવું એ સૌભાગ્યની વાત છે, કારણ કે તે એવી જગ્યા છે જ્યાં આત્માને મોક્ષ મળે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું- જો મૃત્યુને મોક્ષ કહેવામાં આવે છે, તો ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે મોક્ષ કેમ પ્રાપ્ત કરતા નથી? જો તેઓ તૈયાર હોય, તો અમે તેમને મુક્તિ તરફ ધકેલવા માટે તૈયાર છીએ.

Shah Jina
error: Unable To Copy Protected Content!