મહાકુંભ : યૂટયૂબરે બાબાની ઉડાવી મજાક, મળ્યો એવો પ્રસાદ કે આખી જિંદગી યાદ રાખશે- જુઓ વીડિયો

મહાકુંભ : એક હાથ ઉઠાવી નકલ કરી રહ્યો હતો યૂટયૂબર, બાબાએ જડ્યો એવો થપ્પડ કે વીડિયો થઇ ગયો વાયરલ

પ્રયાગરાજમાં આધ્યાત્મિકતાનો સંગમ એવો મહાકુંભ ચાલી રહ્યો છે. 144 વર્ષ બાદ દેશ-વિદેશમાંથી કરોડો લોકો મહાકુંભમાં આવી રહ્યા છે. મહાકુંભ મેળા દરમિયાન બનેલા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે, જેમાંના કેટલાક ચોંકાવનારો હોય છે તો કેટલાક ફની… ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે બાબા અચાનક તેમની સામે ચાલી રહેલા એક વ્યક્તિને થપ્પડ મારે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક બાબાના થપ્પડ મારવાનું કારણ પૂછી રહ્યા છે તો કેટલાક તેમને યોગ્ય કહી રહ્યા છે. વાસ્તવમાં જ્યાં એક તરફ લોકો મહાકુંભમાં શ્રદ્ધાથી ડૂબકી મારી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક યુટ્યુબર્સ હાથમાં મોબાઈલ લઈને વીડિયો બનાવીને ફેમસ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

X પર શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘ભાઈએ બાબાની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તેને થપ્પડ મળ્યો.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબાએ જે વ્યક્તિને થપ્પડ મારી હતી તે એક યુટ્યુબર છે અને તે એક હાથ હવામાં ઉંચો કરીને કન્ટેન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કેટલાક લોકોએ છોકરાને થપ્પડ મારવા બદલ બાબાની ટીકા કરી જ્યારે કેટલાકે થપ્પડ મારવાની ઘટના યોગ્ય કહી.

Shah Jina