ફિરોઝપુરમાં હાઇવે પર દર્દનાક અકસ્માત, 9ના મોત, 15થી વધુ ઘાયલ
ફિરોઝપુરમાં કેન્ટર-પિકઅપની ટક્કર, 9ના મોત-11થી વધુ ઘાયલ, રોડ કિનારે વિખેરાઇ લાશો
પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે લગભગ 8 વાગ્યે એક બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે ટક્કર થઈ, જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઘાયલ છે. આ અકસ્માત ફિરોઝપુર-ફાઝિલ્કા રોડ પર મોહનના ઉતાડ ગામ પાસે થયો હતો. અકસ્માત સમયે પિકઅપમાં 25થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ મૃતદેહ રોડ કિનારે વેરવિખેર મળી આવ્યા હતા.
પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ધુમ્મસના કારણે આ અકસ્માત થયો છે. જો કે, સમગ્ર મામલાની તપાસ હાલ ચાલુ છે. આ દરમિયાન ફિરોઝપુરના ડીસીએ જણાવ્યુ કે- જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. જ્યારે, ડીજીપીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તપાસ માટે ગુનાના સ્થળે પહોંચેલા ઇન્સ્પેક્ટરે કહ્યુ કે સવારે ઘટનાની માહિતી મળતા જ રોડ સેફ્ટીની ટીમો ફોર્સ (SSF) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘટનાસ્થળે પહેલાથી જ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. તેમની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘટનાસ્થળે જામ હતો, જેને દૂર કરવામાં આવ્યો. બોલેરો પિકઅપમાં મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. તે ફિરોઝપુરથી ગ્રામીણ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, પિકઅપ બેકાબૂ થઈ ગયું, જેના કારણે પાછળથી આવતા કેન્ટર સાથે અકસ્માત થયો. 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે એકુનું સારવાર દરમિયાન મોત થયું.
કેન્ટર જલાલાબાદથી ફિરોઝપુર તરફ જઈ રહ્યું હતું. જ્યારે તે શહીદ ઉધમ સિંહ કોલેજ પાસે પહોંચ્યુ ત્યારે અચાનક બંને વચ્ચે સામસામે ટક્કર થઈ ગઈ. આ અકસ્માતમાં પિકઅપને ભારે નુકસાન થયું છે. પિકઅપમાં સવાર બધા લોકો અકસ્માત સ્થળથી ઘણા દૂર પડ્યા હતા. તે બધાને 108 એમ્બ્યુલન્સ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.