જાન જોવા પહોંચેલા બાળકને દુલ્હાની ઘોડીએ મારી લાત, ઘટના સ્થળે જ થયુ મોત; માતા બોલી- ભગવાને 12 વર્ષ પછી દીકરો આપી કેમ છીનવ્યો….

કાનપુરમાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી, લગ્નની જાન દરમિયાન ઘોડીએ 6 વર્ષના છોકરાને લાત મારી અને આને કારણે માથામાં ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું. લગ્નની જાન નીકળતા પહેલા વરરાજા મંદિરે દર્શન માટે ગયો હતો. મંદિરની બહાર એક સાંકડી ગલીમાં ઘોડી બેન્ડ પર ડાંસ કરી રહી હતી, જ્યારે એક બાળક તેની પાસેથી પસાર થયું, ત્યારે ઘોડીએ તેને લાત મારી…

આ દરમિયાન તે પડ્યુ ને માથાના ભાગે ગંભીર ઇજા થતા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. જો કે તબીબોએ માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો. લગભગ બે દિવસ જૂની ઘટનાનો વીડિયો આજે સામે આવ્યો છે. હાલ પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જેના કારણે પોલીસ કાર્યવાહી કરવાનું ટાળી રહી છે.

બાળકના માતા-પિતાની રડી રડીને હાલત ખરાબ છે. માતાએ રડતાં રડતાં કહ્યું- તેં મારા હૃદયનો ટુકડો કેમ છીનવી લીધો, મારો શું વાંક હતો… ભગવાન મને છીનવી શક્યા હોત, મારા બાળકે શું ભૂલ કરી હતી કે તે મારી પાસેથી છીનવાઈ ગયો. 12 વર્ષ પછી આપ્યો ને મારી પાસેથી ફૂલ જેવા બાળકને હવે કેમ છીનવી લીધું ?

 

View this post on Instagram

 

A post shared by DGV News (@dgvnews)

Shah Jina