ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પરિવાર સાથે પહોંચ્યા પ્રયાગરાજ મહાકુંભ, તસવીરો અને વીડિયો કર્યા શેર

ડાયરાસમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રયાગરાજ આગમન, કુંભના પવિત્ર તટે પહોંચ્યો ગુજરાતનો અવાજ

ગુજરાતના લોકસાહિત્યકાર અને ડાયરા સમ્રાટ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત એવા કીર્તિદાન ગઢવી તેમના કાર્યક્રમને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે, જો કે હાલમાં તેઓ મહાકુંભમાં ભાગ લેવાના કારણે હેડલાઇન્સમાં આવ્યા છે. કિર્તીદાન ગઢવી પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં ભાગ લેવા પહોંચ્યા છે.

પત્ની સોનલ ગઢવી અને દીકરા રાગ સાથે કીર્તિદાન મહાકુંભમાં પહોંચ્યા છે.કીર્તિદાન ગઢવીએ સોનલ ગઢવી સાથેની તસવીર શેર કરી આ જાણકારી આપી હતી. આ ઉપરાંત તેઓએ વીડિયો પણ શેર કર્યા હતા, જેમાંથી એક વીડિયોમાં તે આરતી કરતા જ્યારે એક વીડિયોમાં તેમનો દીકરો રાગ શિવ ભજન સંભળાવતો જોવા મળે છે.

જણાવી દઇએ કે, કીર્તિદાનના ડાયરામાં લાખો ચાહકો ઉમટી પડતા હોય છે.મધ્ય ગુજરાત ખેડાના વાલવોડમાં જન્મેલા અને ઉછરેલા કીર્તિદાનના નવરાત્રિ દરમિયાન વિદેશમાં પણ કાર્યક્રમ હોય છે, જેમાં હજારો-લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા. આ દંપતિ બે બાળકોના પેરેન્ટ્સ છે, મોટા દિકરાનું નામ કૃષ્ણા છે જ્યારે નાના દિકરાનું નામ રાગ છે.

Devarsh