લગ્નના 2 મહિના બાદ સૂટ-સાડી છોડી સંસ્કારી વહુથી બિકિની બેબ બની સુરભિ જ્યોતિ, બિકિનીમાં બતાવ્યો બોલ્ડ અવતાર
ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ તાજેતરમાં જ 27 ઓક્ટોબરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે. ઉત્તરાખંડના જિમ કોર્બેટમાં આયોજિત આ લગ્નમાં પરિવારની સાથે તેના નજીકના મિત્રોએ પણ હાજરી આપી હતી. રેડ લહેંગામાં દુલ્હન બનેલી સુરભીએ તેના બ્રાઇડલ લુકથી ચાહકોનું દિલ જીતી લીધું હતું,
દરેક ફંક્શનમાં તેનો એક અલગ અને સુંદર લુક જોવા મળ્યો હતો. જો કે હવે લગ્નના 2 મહિના પછી સુરભી સંસ્કારી વહુમાંથી બિકિની બેબમાં પરિવર્તિત થઈ ગઇ છે. આ દિવસોમાં સુરભિ તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. ત્યારે સુરભીએ તેના ગ્લેમરસ અવતારની કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.
સુરભી જ્યોતિએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે લગ્ન બાદ પહેલીવાર બિકીની લુકમાં જોવા મળી રહી છે. સુરભીએ બિકીની લુક સાથે ન્યુડ મેકઅપ, ખુલ્લા વાળ અને બ્લેક ગોગલ્સમાં જોવા મળી રહી છે. અભિનેત્રી તસવીરોમાં અલગ-અલગ અને કાતિલાના પોઝ આપી રહી છે.
ચાહકો પણ તેની આ તસીવરો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. બિકિનીમાં એક્ટ્રેસની બોલ્ડનેસ ધૂમ મચાવી રહી છે, જ્યારે હસીનાનું પરફેક્ટ ફિગર અને ટોન્ડ બોડી બ્યુટીફુલી ફ્લોન્ટ થઇ રહી છે. સુરભિની પ્લંગિંગ નેકલાઇન વાળી બિકિનીના બેકમાં નોટથી બો બનાવવાની સ્ટાઇલ આપી છે, જે લુકમાં વધુ ગ્લેમર ઉમેરે છે.
ત્યાં બિકીની શોર્ટ્સ પણ આકર્ષક લાગી રહ્યા છે. જણાવી દઈએ કે સુરભી જ્યોતિએ વર્ષ 2010માં ટીવી શો ‘અખિયાં તો દૂર જાઇએ ના’ થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તે કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી હતી. બંનેની જોડીએ નાના પડદા પર ખૂબ જ ધૂમ મચાવી હતી.
સુરભી સિરિયલ કુબૂલ હૈ, નાગિન, ઈશ્કબાઝ, તન્હાઇયાં અને કોઈ લૌટ કે આયા હૈ જેવા લોકપ્રિય શો માટે જાણીતી છે. સુરભી જ્યોતિએ ટીવીમાં 20થી વધુ સિરિયલોમાં કામ કર્યું છે. જો કે ‘કબૂલ હૈ’ના ‘ઝોયા ફારુકી ખાન’ના પાત્ર એ તેને ખૂબ જ લોકપ્રિયતા અપાવી હતી. આ શો પછી સુરભી જ્યોતિ ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.
પર્સનલ લાઇફની વાત કરીએ તો, સુરભી જ્યોતિએ આ વર્ષના મે મહિનામાં પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન સુરભીએ તેના લગ્ન વિશે માહિતી આપી હતી. હવે સુરભીએ તાજેતરમાં જ ઈકો-ફ્રેન્ડલી લગ્ન સેરેમનીમાં સુમિત સુરી ફેરા ફરી નવું જીવન શરૂ કર્યું હતું.
ચાહકોએ પણ આ નવી શરૂઆત પર કપલને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. સુરભી જ્યોતિએ પોતાના લગ્નની તસવીરો પણ ચાહકો સાથે શેર કરી હતી, જેમાં તેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ ઝળકી રહેલી જોવા મળી હતી.