ભારતના યુવા ચેસ ખેલાડી ડી ગુકેશે 12 ડિસેમ્બર 2024ના રોજ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા ચેસ વર્લ્ડ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો. આ શાનદાર જીત બાદ ગુકેશને ઈનામ તરીકે 11.45 કરોડ રૂપિયા મળ્યા. આ ઉપરાંત તમિલનાડુ સરકારે તેને 5 કરોડ રૂપિયાનું બીજું ઈનામ આપ્યું, જે કુલ રકમ 16.45 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
ગુકેશની ઇનામી રાશિ પર ભારતીય ટેક્સ નિયમો અનુસાર 42.5 ટકા ટેક્સ બને છે, એટલે કે લગભગ 6.23 કરોડ રૂપિયા ગુકેશને ચૂકવવા પડતા ટેક્સ તરીકે… આ પછી તેની પાસે માત્ર 10.22 કરોડ રૂપિયા બચે. જો કે હવે મોદી સરકારના નાણા મંત્રાલયે ગુકેશની આ સિદ્ધિની પ્રશંસા કરી અને તેના ઈનામ પર ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી.
અહેવાલો અનુસાર, આ નિર્ણય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જારી કરવામાં આવશે, જેના કારણે ગુકેશને પુરસ્કારની રકમ 13 લાખ ડોલર મળી હતી, જે ભારતીય ચલણમાં 11.45 કરોડ રૂપિયા છે. ભારતીય ટેક્સ નિયમો અનુસાર, આ રકમ પર 30 ટકા ટેક્સ, 15 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ લાગે છે. એકંદરે ગુકેશને રૂ.4.09 કરોડનો ટેક્સ ચૂકવવો પડતો, જેના કારણે તેની પાસે રૂ. 7.36 કરોડ બચતા.
વધુમાં, તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવેલ રૂ. 5 કરોડ પર પણ ટેક્સ ચૂકવવો પડતો, જેના પર ગુકેશને 2.86 કરોડ રૂપિયાનો ટેક્સ આપવો પડતો. પરંતુ હવે ટેક્સમાંથી તેને રાહત મળી છે. જો કે, અમે આની પુષ્ટિ કરી શકતા નથી. ઓફિશિયલી એલાન બાદ આ ઇનામી રાશિ પર છૂટની વાત સ્પષ્ટ થશે.