કોહલી બાદ જાડેજા ! રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સ પર મચ્યો બવાલ, આ વાત પર ભડકી ઓસ્ટ્રેલિયાઇ મીડિયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયા સતત ભારતીય ખેલાડીઓને નિશાન બનાવી રહ્યું છે. પહેલા વિરાટ કોહલી પર નિશાન સાધવામાં આવ્યું અને હવે રવિન્દ્ર જાડેજા વિવાદોમાં ફસાયા છે. હકીકતમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારતના પ્રથમ પ્રેક્ટિસ સેશન પછી જાડેજાની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જે દેખીતી રીતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને કવર કરી રહેલા ભારતીય પત્રકારો માટે હતી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન પત્રકારો પણ પ્રવેશ્યા હતા.

આ કારણે જાડેજાએ કથિત રીતે અંગ્રેજીમાં પૂછાયેલા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના કારણે હંગામો વધી ગયો હતો. આ ઘટના બન્યા પછી ઓસ્ટ્રેલિયન મીડિયાએ BCCI મીડિયા મેનેજર વિરુદ્ધ પક્ષપાતી રિપોર્ટિંગ શરૂ કર્યું, ઓસ્ટ્રેલિયન મીડિયાએ દાવો કર્યો કે ટીમ મેનેજર દ્વારા પ્રેસ કોન્ફરન્સ માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં જાડેજાએ માત્ર હિન્દીમાં જવાબ આપવાનો વિકલ્પ પસંદ કર્યો.

ઓસ્ટ્રેલિયન મીડિયાએ વધુમાં દાવો કર્યો હતો કે જાડેજાએ કહ્યું હતું કે તે ટીમ બસ માટે મોડો પહોંચ્યો હતો, જ્યારે તેણે વિદેશી પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જાડેજા પહેલા ઓસ્ટ્રેલિયાઇ મીડિયા વિરાટ સાથે પણ ટકરાઇ ચૂકી છે. વિરાટે નિરાશા વ્યક્ત કરતા રિપોર્ટરને કહ્યુ હતુ કે તેના બાળકોને લઇને થોડી પ્રાઇવસી જોઇએ અને તેમને પૂછ્યા વગર બાળકોની તસવીર નથી લઇ શકતા.

Shah Jina