ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઇરેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. સોમવારે બંને કપલ માટે પ્રી-વેડિંગ કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આલિયા અને શેનની કોકટેલ પાર્ટીમાં અનુરાગ કશ્યપ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
તાજેતરમાં જ આલિયા અને શેનની હલ્દી સેરેમની પૂર્ણ થઈ, જેની અદભૂત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
ત્યારે આ પછી આલિયા અને શેનની કોકટેલ પાર્ટી રાખવામાં આવી, જેમાં ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. કોકટેલ પાર્ટી માટે આલિયાએ વેસ્ટર્નની જગ્યાએ લહેંગો પસંદ કર્યો હતો.
રેડ લહેંગામાં આલિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાં શેન બ્રાઉન આઉટફિટમાં જોવા મળ્યો હતો. પાર્ટી પહેલા બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પણ પુત્રીની પ્રી-વેડિંગ કોકટેલ પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
ઇમ્તિયાઝ અલી અને તેમની પુત્રી ઇદા અલી પણ આલિયા અને શેનની પ્રી-વેડિંગ કોકટેલ પાર્ટીમાં પહોંચ્યા હતા. ઇદા એક ફિલ્મ નિર્માતા છે અને આલિયા સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. ઇદાએ આ પાર્ટી માટે ઓરેન્જ સાડી પસંદ કરી હતી. આલિયાની બેસ્ટ ફ્રેન્ડ ખુશી કપૂર પણ પ્રી-વેડિંગ કોકટેલ પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી.
આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખુશીનો રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો. ઇબ્રાહિમ અલી ખાન, અંજિની ધવન અને મિહિર આહુજા પણ આલિયા કશ્યપની પ્રી-વેડિંગ કોકટેલ પાર્ટીનો ભાગ બનવા માટે પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, આલિયા અને શેન 11 ડિસેમ્બરે મુંબઈના બોમ્બે ક્લબ, મહાલક્ષ્મી રેસ કોર્સમાં લગ્ન કરશે.
બંનેએ મે 2023માં બાલીમાં સગાઈ કરી હતી. બંનેની તસવીરોએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ઓગસ્ટમાં તેમની સગાઈની પાર્ટી યોજાઈ હતી, જેમાં સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી જેવા સ્ટાર કિડ્સે હાજરી આપી હતી. અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે કોકટેલ પાર્ટી માટે વેસ્ટર્ન આઉટફિટ છોડી બ્રાઇટ રેડ લહેંગો પહેર્યો હતો.
View this post on Instagram
આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આલિયાએ આ લહેંગાનો દુપટ્ટો સાડીના ખુલ્લા પલ્લુની જેમ કેરી કર્યો હતો અને ડાયમંડ નેકલેસ તેમજ સ્ટડ ઈયરિંગ્સ સાથે લુક કંપલીટ કર્યો હતો.
View this post on Instagram